મીઠા પસવારીયાની વાડીમાંથી પ૭ હજારનું ચોરાઉ ખાતર ઝડપાયું

અંજાર : તાલુકાના મીઠા પસવારીયા ગામે વાડીમાં પોલીસે છાપો મારી પ૭ હજારના ચોરાઉ યુરીયા ખાતરની ૧૯૦ બોરી પકડી પાડી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હરી કાના આહીરની વાડીમાં પૂર્વ બાતમી આધારે છાપો મારી ૧૯૦ કુભકો બ્રાન્ડની યુરીયા ખાતરની બોરીઓ પકડી પાડી હતી જ્યારે કુભકો બ્રાન્ડની ૪૧ર ખાલી બોરી અને ઈફકો બ્રાન્ડની ૧૦૩ બોરી મળી આવતા આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવેલાનું જણાવતા સીઆરપીસી કલમ ૧૦ર હેઠળ કબજે કર્યો હતો. પ૯,પ૭પનો જથ્થો જેની વાડીમાંથી મળેલ તે વાડી માલિક નાસી છુટ્યો હતો. ખાતર પ્રકરણમાં દેવપરનો જગુ પટેલ સંડોવાયેલ હોવાનું ખુલવા પામ્યું હતું. ભાગી છુટેલ વાડી માલિક પકડાયેથી તેની પૂછપરછ દરમ્યાન ખાતરનો જથ્થો કયાંથી મેળવેલ અને કોણ કોણ સંડોવાયેલ છે તે સપાટી ઉપર આવી શકે તેમ છે.