મીઠા અને મીઠા આધારીત ઉત્પાદન માટે અપાતી  જમીનની મુદ્દત ૧૦ વર્ષથી વધારી ૩૦ વર્ષ કરવા મંજુરી

અમદાવાદ ઃ ધી ઈન્ડીયન સોલ્ટ મેન્યુફ્રેકચરર્સ ચેસોસીએશન(ઇસ્મા) અને સંલગ્ન પ્રાદેશિક એસોસીએશનો (ધી કચ્છ સૌરાષ્ટ્ર સોલ્ટ મેન્યુફ્રેક્ચરર્સ એસોસીએશન – જામનગર, કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફ્રેકચરર્સ અસોસીએશન – કચ્છ, કંડલા સોલ્ટ મેન્યુફ્રેક્ચરર્સ એસોસીએશન – કચ્છ, સેન્ટ્રલ સાઉથ ગુજરાત સોલ્ટ મેન્યુફ્રેકચરર્સ એસોસીએશન – ભરુચ, માળીયા મીયાણા તાલુકા સોલ્ટ મેન્યુફ્રેકચરર્સ એસોસીએશન – માળીયા) એ સમગ્ર ગુજરાતનાં મીઠા ઉત્પાદકો વતી મીઠા ઉદ્યોગની પડતર સમસ્યાઓ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ વિગતવાર રજુઆત કરેલ હતી. જેમાં મુખ્યમંત્રીએ આ સમસ્યાઓનાં નિવારણની જવાબદારી મહેસુલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજયકક્ષાના મંત્રી રોહિતભાઈ પટેલ, ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ ને સોપેલ હતી. મીઠા ઉત્પાદકોની પડતર સમસ્યાઓની રજુઆતોને ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી મહેસુલ વિભાગનાં અધ્યક્ષસ્થાને અન્ય મંત્રીઓ ગણપતભાઈ વસાવા(મંત્રી વન વિભાગ), બાબુભાઈ બોખીરીયા(મંત્રી મીઠા ઉદ્યોગ), શંકરભાઈ ચૌધરી(રા.ક.ના. મંત્રી પર્યાવરણ), જશાભાઈ બારડ( રા.ક.ના મંત્રી મીઠા ઉદ્યોગ) જયંતિભાઈ કવાડીયા(રા.ક.ના મંત્રી પંચાયત), રોહિતભાઈ પટેલ (રા.ક.ના મંત્રી ઉદ્યોગ, ખાણ-ખનિજ, નાણા), વાસણભાઈ આહિર(સંસદીય સચિવ મીઠા ઉદ્યોગ)એ બહુ સારી રીતે સાંભળી, સમજી અને મીઠા ઉદ્યોગના ઘણા લાંબા સમયથી પડતર રહેલ સમસ્યાઓ જેવી કે મીઠાની જમીનની લીઝનો સમયગાળો ૧૦ વર્ષથી વધારી ઓછામાં ઓછો ૩૦ થી પ૦ વર્ષ કરવા અંગે. મીઠા ઉદ્યોગની જમીન ઉપર લાગુ કરવામાં આવેલ પ્રતિ ચો.મી. ૧૦ પૈસાનાં બિનખેતી ચાર્જ અંગે. મીઠાની જમીનોનો ભાડાપટ્ટો રીન્યુ કરવાની પ્રક્રિયા સરકાર તરફથી ૯૦ દિવસમાં પૂર્ણ કરવામાં આવે અને ભાડાપટ્ટી સમયસર તાજા કરવા અંગે.તેમજ હાલ જે દરખાસ્તો રીન્યુઅલમાં છે તેને તાત્કાલીક અસરથી રીન્યુ કરવા અંગેની સમસ્યાઓ અંગે ગુજરાત સરકારએ ઈસ્માની રજુઆત પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી મીઠા અને મીઠા આધારીત ઉત્પાદન માટે ભાડાપટ્ટે આપવામાં આવતી જમીનનાં ભાડાપટ્ટાની મુદત ૧૦ વર્ષ થી વધારી ૩૦ વર્ષ કરીને જે ઐતિહાસિક નિર્ણય લીધો છે.
આભાર – નિહારીકા રવિયા તેના કારણે ગુજરાતનાં સમગ્ર મીઠા ઉદ્યોગને Âસ્થરતા પ્રાપ્ત થશે કે જેથી ગુજરાતમાં ઉચ્ચ ગુણવતાનું મીઠું પકવવામાં આવશે અને તેનાં દ્વારા આધારીત કલોર-આલ્કલી ઉદ્યોગને પણ આર્થિક ફાયદો થશે તે ઉપરાંત ગુજરાતનાં મીઠાની નિકાસને પણ વેગ મળશે. આમ ગુજરાતમાં રોજગારીની તકો પણ વીકસશે અને દેશમાં ગુજરાતનો મીઠા ઉત્પાદન ક્ષેત્રે વધુ વિકાસ થશે અને તે બદલ ઈસ્મા સમગ્ર ગુજરાતનાં મીઠા ઉત્પાદકો વતી ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, મહેસુલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, તેમજ સાથી મંત્રીગણ અને ધારાસભ્યોનો આભાર ધી ઈન્ડીયન સોલ્ટ મેન્યુફ્રેકચરર્સ અસોસીએશનએ પ્રગટ કર્યાનું શામજી કાનગડ, શામજી તેજા આહિરની સંયુકત યાદીમાં
જણાવેલ છે.