‘મીઠાઈ-નકલીમાવા’ના વેપારીઓ પર કચ્છનું તંત્ર કયારે ત્રાટકશે?

ઘી-દુધ-માવા-મીઠાઈ સહિતના બનાવટી હાટડાઓ બેફામ :
કચ્છીજનોના આરોગ્ય પર તોળાતું જોખમ : બનાવટી માવાની મીઠાઈ આરોગવાથી ફુડ પોઈઝનીંગ સહિતની થાય છે બીમારી : ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ વેળાસર જ હરકતમાં આવે તે જરૂરી

 

સરકારી તંત્ર પણ હજુય કેમ છે સુસ્ત ? શ્રાવણ માસ આવી ચૂકયો છે..રક્ષાબંધન, સાતમ-આઠમના ગણાઈ રહ્યા છે દિવસો, છતાં પણ તેલ-ફરસાણના ભાવબાંધણા હજુ સુધી કેમ પુરવઠા વિભાગ દ્વારા નથી કરાયા જાહેર ?

 

ફરાળી ચીજવસ્તુઓ પર પણ ત્રાટકો
ગાંધીધામ : તહેવારોના દીવસો ચાલી રહ્યા છે પવિત્ર શ્રાવણ માસની પણ આસ્થાસભર ઉજવણી થવા પામી રહી છે તેવા સમયે લોકો વ્રત-ઉપવાસ પણ રાખી રહ્યા છે. આવામાં તેઓના આરોગ્યની સાથે ચેડા કરનારા અને ફરાળી વાનગીઓનું વેચાણ કરતા તત્વો પર પણ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની તવાઈ બોલાવવામાં આવે તે સમયની માંગ બની રહી છે. અખાદ્ય ફરાળી વાનગીઓના જથ્થાઓનું વેચાણ કરનારાઓ સામે પણ લાલઆંખ થવી જ ઘટે.

 

ગાંધીધામ : એકતરફ દેશમાં સરકાર ખાદ્ય અન્ન સુરક્ષા કાયદા જેવા કડક નિયમો લાગુકરીઅને સૌને શુદ્ધ અને ચોખ્ખો ખોરાક મળી રહે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે ત્યારે બીજીતરફ ભેળસેળીયા તત્વોનફાખોરી રડી લેવાને માટે ખાદ્યાખોરાકનીવસ્તુઓમાં જોરશોરથી ખુલ્લેઅમ બેરોકટોક ભેળસેળકરી રહ્યા છે અને આવા કિસ્સાઓકચ્છમાં પાછલા ટુંકા સમયમાં સામે આવવા પામી જ ગયા છે. દરમ્યાન જ તાજેતરમાં જ સુરત ખાતે મીઠાઈના વેપારીઓ પર આરોગ્યવિભાગ દ્વારા તવાઈ બોલાવવામા આવી છે. હકીકતમાં આજ રીતે કચ્છવ્યાપી દરોડાનો દોર હાથ ધરવો જોઈએ. રક્ષાબંધન અને સાતમ આઠમના તહેવારો પર લોકો મોટી માત્રમાં મીઠાઈ અનેફરસાણ સહિત આરોગતા હોય છે. આવામાં દુધ, માવા, સહિતનીમીઠાઈમાં બનાવટી અને નકલીચીજવસ્તુઓની ભેળસળ થવા પામતી જ હોય છે અને જનઆરોગ્યની સાથે રીતસરના ચેડા કરવામાં આવતા હોવાના ઘટનાક્રમો સત બહાર આવવા પામી ચૂકયા છે. ત્યારે હવે ઘી-દુધ-માવા-મીઠાઈ સહિતના બનાવટી હાટડાઓ બેફામ બની રહ્યા છે અને કચ્છીજનોના આરોગ્ય પર તોળાનું જોખમની સ્થિતી ટાંકણે આવી બનાવટી ચીજવસતુઓના વેચાણ અટકે તે માટે તંત્ર આળસ મરડે તે સમયનીમાંગ બની રહી છે. નોધનીય છે કે, આવી નકલી માવાઓની મીઠાઈ આરોગવાથી ફુડપોઈઝનીંગ સહિતની થાય છે બીમારી. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ વેળાસર જ હરકતમાં આવે તે હિતાવહ કહીશકાય તેમછે. જો કે, આ તબક્કે હવે સવાલ તો એ પણ થઈ રહ્યો છે કે, શ્રાવણમાસ આવી ચૂકયો છે..રક્ષાબંધન, સાતમ-આઠમના ગણાઈ રહ્યા છે દીવસો છતાં પણ તેલ-ફરસાણના ભાવબાંધણા હજુૈય સુધી કેમ પુરવઠા વિભાગ દ્વારા નથી કરાયા જાહેર? સરકારીતંત્ર પણ હજુ’ય કેમ છે સુસ્ત છે?