મિરજાપર વેસાઈટ એમિનિટિનું સ્થળ દબાણકારોએ ઢાંક્યું

0

પ્રવાસન નિગમની જમીન આગળ જ હોટેલ-ઢાબાઓ છે ખડકાયેલા : નિર્માણ શરૂ કરવા પૂર્વે દબાણો દુર કરવા અત્યંત જરૂરી

ભુજ : કચ્છના પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તેમજ પ્રવાસીઓ માટેની સુવિધાઓના વિકલ્પમાં વધારો થાય તે માટે મિરજાપર પાસે વેસાઈટ એમિનિતિનું નિર્માણ થવાનું છે. પ્રવાસન વિભાગના આ અતિ મહત્વપૂર્ણ પ્રોજેકટનું પ્રવાસન મંત્રી જવાહર ચાવડાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જોકે જે સ્થળે આ ભવ્ય પ્રોજેકટ નિર્માણ પામનારો છે તેની આગળ જ દબાણકારોએ કબ્જો જમાવી લીધો હોઈ સોનાની થાળીમાં લોઢાના મેખ સમાન સ્થિતિ સર્જાવવાની નોબત આવી છે. આ અંગેની વિગતો મુજબ ર.૮૪ કરોડના ખર્ચે મિરજાપર હાઈવે પર સ્થિત પ્રવાસન વિભાગની જમીન પર વેસાઈટ એમિનિતિનું નિર્માણ કરવામાં આવનાર છે. પ્રવાસીઓ માટે અહીં વિવિધ પ્રકારની સુવિધાઓ ઉભી કરાશે. આ જમીનની આગળ જ હોટેલ-ઢાબાઓ ઉભા કરી દબાણકારોએ કબ્જો જમાવી લીધો છે. જો આ દબાણો દૂર નહી કરાય તો પ્રોજેકટની સુંદરતામાં તે દાગ રૂપી બની રહેશે તેવું પણ જાગૃત લોકો જણાવી રહ્યા છે.