માહિરાની બીજી પાક ફિલ્મ ૨૦૧૯ પૂર્વે રજૂ નહી કરાય

મુંબઇ : સેક્સી અને દેખાવડી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન હાલમાં પાકિસ્તાની ફિલ્મોને લઇને વ્યસ્ત બનેલી છે. તેની એક ફિલ્મ હાલમાં પાકિસ્તાનમાં રજૂ કરવામાં આવ્યા બાદ બીજી પાકિસ્તાની ફિલ્મની રજૂઆતની તારીખને આગળ વધારી દેવામાં આવી છે. મોલા જટ્ટ-૨ નામની ફિલ્મ આગામી વર્ષે ચોથી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. પહેલા આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૧૮માં રજૂ કરવાની યોજના હતી. ફિલ્મની રજૂઆત ફરી એકવાર ટાળી દેવામાં આવી છે. આ એક એક્શન પાકિસ્તાની ડ્રામા ફિલ્મ છે. ફિલ્મનુ નિર્દેશન અને પટકથાનુ કામ બિલાલ લસારી દ્વારા કરવામાં આવ્યુ છે. વર્ષ ૧૯૭૯માં રજૂ કરવામાં આવેલી ક્લાસિક ફિલ્મ મૌલાના જટ્ટની સિક્વલ ફિલ્મ છે. ફવાદ ખાન પણ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. પહેલા ડિસેમ્બરમાં ફિલ્મને રજૂ કરવાની યોજના હતી. જો કે હવે આ ફિલ્મ જુનમાં રજૂ કરવામાં આવનાર છે. હાલમાં માહિરાએ કિંગ ઓફ રોમાન્સ શાહરૂખ ખાન સાથે તેની પ્રથમ બોલિવુડ ફિલ્મ રઇસ મામલે વાત કરી હતી. રઇસ ફિલ્મ પાકિસ્તાનમાં રજૂ કરી શકાઇ ન હતી. તેનુ કહેવુ છે કે તે આ ફિલ્મ પાકિસ્તાનમાં રજૂ કરવામાં આવે તેને લઇને પણ ખુબ આશાવાદી હતી. તેનુ કહેવુ છે કે તે પોતાના મિત્રો અને પુત્ર અજલાનની સાથે ફિલ્મ જોવાની ઇચ્છા ધરાવતી હતી. જે ઇચ્છા પૂર્ણ થઇ શકી નથી. માહિરા ખાન હાલમાં બે પાકિસ્તાની ફિલ્મોમાં કામ કરી રહી છે. જેમાં સાત દિન મોહબ્બત ઇનનો સમાવેશ થાય છે. રણબીર કપુર સાથે પોતાના થોડાક સમય પહેલા વાયરલ થયેલા વિડિયો અંગે માહિરાએ કહ્યુ છે કે આ વિવાદના કારણે તે દુખી થઇ હતી. વિવાદ બાદ પ્રથમ વખત માહિરાએ મૌન તોડીને પ્રતિક્રિયા હતી. તેનુ કહેવુ છે કે ફોટો વાયરલ થયા બાદ રાતોરાત આના પર નેશનલ ડિબેટ ચાલી હતી