ભુજ : કચ્છની સમીપે આવેલા માળિયા નજીક કચ્છના ડમ્પરને અકસ્માત થયો હતો, જેમાં ચાલકનું મોત નિપજયું હતું. માળિયા – કંડલા નેશનલ હાઈવે પર દેવ સોલ્ટ કારખાનાથી માળિયા તરફ જતા રોડ પર ઘટના બની હતી. રોડ પર ગેરકાયદે પાર્ક કરેલા ડમ્પર નંબર જી.જે.૧ર.૧૭.યુ.યુ.૧૧પ૪ ના પાછળના ઠાઠામાં કન્ટેનર ટ્રેઈલર નંબર જી.જે.૧ર. બી.એકસ. ૩૭રર ભટકાતા ઘટના બની હતી, જેમાં ચાલક નશીમ અહેમદ પઠાણનું મોત નિપજયું હતું. જે સંદર્ભે ગાંધીધામમાં રહેતા ફરિયાદી ઈમ્તિયાઝ આલમ શેખે માળિયા મિંયાણા પોલીસમાં ફરિયાદ
નોંધાવી હતી.