માલ્યા માટે આર્થર રોડ જેલના બૅરેક-૧૨માં ફેરફાર?

મુંબઈઃ દેવાળું ફૂંકેલી કિંગફિશર ઍરલાઇન્સના માલિક વિજય માલ્યાને ભારત લાવવા માટેનો કેસ બ્રિટનની કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે માલ્યાએ આર્થર રોડ જેલની હાલત બહુ ખરાબ હોવાની ફરિયાદ કરી હતી અને કોર્ટે જેલની બૅરેકનો વીડિયો મગાવ્યો હતો. તેથી આર્થર રોડ જેલની બૅરેક-૧૨ના બે સેલમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે જેનો વીડિયો સીબીઆઇ દ્વારા લેવામાં આવ્યો છે અને તે બ્રિટનની કોર્ટને મોકલાવવામાં આવશે. તેમ છતાં સત્તાવાળાઓ આ ફેરફારને નિયમિત ફેરફાર ગણાવ્યો હતો.