માલ્યાની ૬૦૦ કરોડની સં૫ત્તિ જપ્ત

લંડનઃ વિજય માલ્યાની ૯૩ મીલિયન ડોલરની (અંદાજે રૂ. ૬૦૩ કરોડ)ની સુપરયાટને માલ્ટમાં જપ્ત કરી લેવામાં આવી છે. તેનું કારણ એ બતાવવામાં આવ્યું છે કે, તેમણે ક્રૂ મેમ્બર્સની અંદાજે રૂ. ૬.૫ કરોડની સેલરી ચૂકવી નથી. માલ્યા પર ભારતીય બેન્કોનું રૂ. ૯ હજાર કરોડનું દેવું છે. માલ્યા માર્ચ ૨૦૧૬થી ભારત છોડી દીધું છે. હાલ તે લંડનમાં છે. ભારતે તેને ભાગેડુ જાહેર કર્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, યાટ પર ૪૦ ક્રૂ મેમ્બર્સ હતા. જેમાં ઘણાં ભારતીય, બ્રિટન અને પૂર્વ યુરોપીય દેશના લોકો હતા. આ લોકોને ગયા સપ્ટેમ્બર મહિનાથી વેતન આપવામાં આવ્યું નથી.