માલતીબેનના ચૂંટણીવિજયની ગાંધીધામમાં વધામણી

કચ્છભરમાં સૌથી વધુ મતો સાથે જીત હાંસલ કરનારા ગાંધીધામ બેઠકના ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીનો વિધાનસભા વિસ્તાર ગાંધીધામ તથા આદીપુર સહિતના વિસ્તારોમાં વિજય સરઘસ યોજાયુઃ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ-આગેવાનો જાડાયા ઃ પ્રજાજનોએ આપ્યો આવકાર ઃ માલતબીને વ્યકત કર્યો ઋણાનુભાવ

 

ગાંધીધામ : ગુજરાતની સાથોસાથ જ ગત રોજ કચ્છની છ બેઠકોનો પણ જનાદેશ બહાર આવવા પામી ગયો છે અને અનુસુચિત જાતીની અનામત એવી ગાંધીધામ વિધાસનભાની પાંચ બેઠક પર ભાજપના ઉમેદવાર માલતીબેન કે મહેશ્વરીનો જવલંત વિજય થવા પામ્યો છે. ર૦ હજાર કરતા વધુ મતોથી તેઓનો ભવ્ય વિજય થવા પામતા તેમના સમર્થક વર્ગ સર્હિત સૌ કોઈમાં ખુશીની લહેર ફરી વળી હતી.
માલતીબેન મહેશ્વરીના ભવ્ય વિજયને વધાવવા ઠેર ઠેર વિજય સરઘસ યોજાયુ હતુ. માલતીબેન મહેશ્વરી સહિત મહાનુભાવો દ્વારા વિજય સરઘસ ગાંધીધામ શહેર-આદીપુર શહેર તથા વિવિધ વોર્ડમાં ફર્યુ હતુ જયા માલતીબેન મહેશ્વરી દ્વારા મતદારો પ્રત્યે આભારદર્શન વ્યકત કરાયો હતો તથા પ્રજાજનોએ પણ માલતીબેનને પણ જબ્બર આવકાર મળવા પામ્યો હતો.