માર્ચ માસમાં દેશમાં આવશે નવી ટેલિકોમ નીતિ – કેન્દ્રિય મંત્રી મનોજસિંન્હા

નવી દિલ્હી : ડિજિટલ ઈન્ડિયા માટે સરકારે ટેલિકોમ પોલિસીમાં યુ-ટર્ન લીધો છે. કેન્દ્રીય ટેલિકોમ મંત્રી મનોજસિંહાએ જણાવ્યુ છે કે દેશમાં ટેલિકોમ મંત્રાલયનું કામ માત્ર સરકાર માટે રેવન્યૂ એકત્ર કરવાનું નથી. ટેલિકોમ મંત્રાલય પાસે દેશમાં ડિજિટલ અને અન્ય સેવાઓને પુરી પાડવાની જવાબદારી પણ છે. ટેલિકોમ મંત્રીના નિવેદન બાદ ટેલિકોમ નીતિમાં મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે.મનોજસિંહાએ જણાવ્યુ કે સરકાર માર્ચ મહિનામાં નવી ટેલિકોમ નીતિ લઈને આવી રહી છે. નવી નીતિમા ટેલિકોમ સેક્ટરના સ્વાસ્થ્યને સુધારવાની જોગવાઈ કરવામાં આવશે. અને આ નીતિમાં ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાની જોગવાઈ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. ટેલિકોમ સેક્ટરની ફરિયાદ છે કે કેન્દ્ર સરકાર સ્પેકટ્રમ ફાળવણી માટે બેઝ પ્રાઈઝના નામે મોટી રકમની વસૂલાત કરે છે. સાથે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ટેલિકોમ મંત્રાલયે દેશમાં ડિજિટલ ઈન્ડિયા પ્રોજેક્ટને લોન્ચ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. ડિજિટલ ઈન્ડિયાના કારણે અન્ય સેક્ટરને મોટો ફાયદો થવાનો છે.