માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) દ્વારા આજે જિલ્લામાં કુલ ૨૬૫૦ મીટરની મેટલ પેચની કામગીરી કરવામાં આવી

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ ૧ લી ઓકટોબર-૨૦૨૧ થી ૧૦ મી ઓકટોબર-૨૦૨૧ સુધી માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે કચ્છ જિલ્લામાં વરસાદના કારણે કે અન્ય કોઇ કારણોસર જે ધોરીમાર્ગને નુકશાન થવા પામ્યુ હોય તેવા ધોરીમાર્ગની કચ્છ માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ મરામતની કામગીરી કરવામાં આવી રહી છે.

કચ્છ જિલ્લામાં માર્ગ મરામત માટે આવેલી વિગતો ધ્યાને લઈ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) દ્વારા તારીખ ૧ લી ઓક્ટોબર-૨૦૨૧ ના રોજથી મરામત કામ શરૂ કરવામાં આવેલ છે. આજ રોજ સાંજના ૫ વાગ્યા સુધીમાં જિલ્લામાં ૪ સ્થળોએ મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં નલિયા પેટા વિભાગ હેઠળ ફુલાય વાડા પદ્ધર રોડ ઉપર ૮૦૦ મીટરની મેટલ પેચની કામગીરી, દયાપર પેટા વિભાગ હેઠળ દયાપર મેઘપર નરા રોડ ઉપર ૧૦૦૦ મીટરની મેટલ પેચની કામગીરી, ભુજ પેટા વિભાગ  હેઠળ ઉડઈ એપ્રોચ રોડ ઉપર ૨૫૦ મીટરની મેટલ પેચની કામગીરી, નાડાપા હબાય રોડ ઉપર ૬૦૦ મીટરની મેટલ પેચની કામગીરી મળીને આજરોજ જિલ્લામાં કુલ ૨૬૫૦ મીટરની મેટલ પેચની કામગીરી કરવામાં આવી હતી.

આમ માર્ગ મરામત મહાઅભિયાન અંતર્ગત કચ્છના વિવિધ માર્ગ જેની સ્થિતી હાલ ખરાબ છે તેમની માર્ગ અને મકાન વિભાગ દ્વારા મરામત કરી વાહન વ્યવહાર માટે યોગ્ય બનાવવામાં આવી રહ્યા છે જેથી કચ્છના લોકોને કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.