મારી પત્નીને પૂર્વ મંત્રી વિપુલ ચૌધરી સાથે ગાઢ સંબંધો છે : હાઈકોર્ટમાં પતિનો આક્ષેપ

અમદાવાદ : હાઈકોર્ટમાં અરજદારે પાર્ટી ઈન પર્સન તરીકે રજૂઆત કરી હતી કે, ‘તેની પત્ની રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન વિપુલ ચૌધરી સાથે ગાઢ રીતે સંકળાયેલી છે.અરજદારે રજૂઆત કરી હતી કે, ‘તેની પત્ની સાથે તેનો વૈવાહિક વિવાદ ચાલી રહ્યો છે. ભૂતકાળમાં હાઈકોર્ટે આદેશ કરેલો હતો કે અરજદાર પિતાને તેની દિકરી સાથે મળવા દેવામાં આવે. જાે કે, આ આદેશનુ પાલન થતું નથી. જ્યારે તે ફેમિલી કોર્ટમાં જાય છે, ત્યારે તેની પત્નીના વકીલો તેને ઘેરી વળે છે અને મળતા રોકે છે. તે તેની દિકરીને છેલ્લા ૬૦૪ દિવસથી મળ્યો જ નથી. એક પિતાને તેની દિકરીને મળતા રોકવામાં આવે તે કેટલી હદે યોગ્ય છે. બીજી તરફ, અરજદારની  પત્નીના વકીલે, આ રજૂઆતનો વિરોધ કર્યો હતો. તેમની રજૂઆત હતી કે, અરજદાર પતિ દ્વારા વારંવાર વિવિધ કોર્ટમાં અરજીઓ કરાય છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, ‘અરજદારની પત્ની આવતી સુનાવણીમાં કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહે. જાે, તેણી ઉપસ્થિત રહેશે નહીં તો તેને દંડ ફટકારવામાં આવશે.