મારા પિતા નારાજ નથી : મહેન્દ્રસિંહ વાઘેલા

રાજકીય ડ્રામા સામે આવ્યો : બાપુ સાથે અગાઉ ચર્ચા કરી નિર્ણય કર્યો છેઃ મારા પર કોઈનું દબાણ નથી

 

ગાંધીનગર : શંકરસિંહ વાઘેલાએ ગઈકાલે મહેન્દ્રસિંહના નિર્ણય સાથે નારાજગી વ્યકત કરી હતી. આજે મહેન્દ્રસિંહ કરેલા નિવેદનથી શંકરસિંહ મહેન્દ્રસિંહનો રાજકીય ડ્રામા સામે આવવા પામ્યો છે.
ગઈકાલે મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા બાદ તેમના પિતા અને પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક નિવેદન કરીને ભાજપમાં જોડાવાના નિર્ણય સાથે નારાજગી વ્યકત કરી હતી અને એક સપ્તાહમાં ખેસ કાઢવા નો સમય આપ્યો હતો. અને આમ નહી કરે તો પિતા પુત્રના રાજકીય સંબધ પુરા થશે.
શંકરસિંહ વાઘેલાએ નારાજગી વ્યકત કર્યા બાદ આજે મહેન્દ્રસિંહ વાઘેલાએ આજે એક પત્રકાર પરિષદ યોજીને એવી સ્પષ્ટતા કરી હતી કે બાપુ સાથે મેં ચર્ચા અગાઉ કરી હતી. તેમજ સમર્થકો સાથે પણ ચર્ચા કરી હતી.
મહેન્દ્રસિંહ જણાવ્યું હતું કે ૬ મહિના સુધી વિચારણ કરીને મેં આ નિર્ણય લીધો છે. આ મારો નિર્ણય વ્યક્તિગત છે. બાપુ મારાથી નારાજથી તેમની મારા પ્રત્યેની ચિંતા વ્યકત કરી છે.મારા નિર્ણયથી મારા પિતા નારાજ થયા નથી.