માયાનગરીમાં મેઘતાંડવ : મુંબઈ જળબંબાકાર

દાદર-બાંદ્રામાં ધોધમાર વરસાદ યથાવત : ટ્રેન-હવાઈ સેવા સ્થગિત : સરકારી શાળાઓ ચાલુ : ખાનગી શાળા-કોલેજો બંધ : ડબ્બાવાળાઓએ પણ જાહેર કરી રજા : મુંબઈથી આવતી અનેક ટ્રેનો રદ્દ : ગુજરાતથી મુંબઈ જઈ રહેલા અપડાઉન ધારકોને વલસાડમાં જ અટકાવાયા : ટ્રેનો વલસાડમાં જ રોકી દેવાઈ

 

વડાલા-નાલાસોપારા-ભાઈખલા-દાદરમાં જનજીવન
તિત્તરબિત્તરઃ વહેલી સવારથી અનેક વિસ્તારમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ

 

ગુજરાતથી મુંબઈ જનારાઓ સાવચેત : મુંબઈનો પ્રવાસ ખેડવો બની શકે છે જોખમી

 

કચ્છની તમામ ટ્રેનો અટકી : પ્રવાસીઓની હાલત કફોડી

 

ગઈકાલે ભુજથી મુંબઈ જવા નિકળેલી એસી સુપરફાસ્ટ, ભુજ-દાદર (વિકલી), કચ્છ એકસપ્રેસ, સયાજીનગરી એકસપ્રેસ પ્રભાવિત
લોકોને નિર્ધારીત સ્થળે પહોંચવામાં હાલાકી : સતત બીજા દિવસે રેલવે સેવા બાધીત
ભુજ : દેશના આર્થીક પાટનગર મુંબઈમાં રવીવારથી શરૂ થયેલ મેઘમહેર આજે સતત ત્રીજા દિવસે અવીરત પણે જારી રહેતા ર૪ કલાક ધમધમતું આ મહાનગર રીતસરનું થંભી જવા પામ્યું હતું. ભારે વરસાદના પગલે રેલવે ટ્રેકો પણ પાણીમાં ગરકાવ થઈ જતા લોકલ ટ્રેનોની સાથોસાથ લાંબા અંતરની ટ્રેનો પણ અટવાઈ પડી હતી. ગઈકાલ કચ્છથી નિકળેલ તમામ ટ્રેનોને પણ વરસાદે બાધીત કરતા અધવચ્ચે જ લટકી પડી હતી.
આ અંગેની વિગતે વાત કરીએ તો માયાનગરી મુંબઈ સાથે કચ્છનો દાયકાઓથી એક અતુટ નાતો હોઈ લાખો કચ્છીમાડુઓ દેશના આર્થીક પાટનગરમાં સ્થાઈ થયા છે તો દરરોજ હજારો લોકો કચ્છ – મુંબઈ વચ્ચે આવન -જાવન કરતા હોય છે. પાછલા ત્રણ દિવસથી મુંબઈમાં પડી રહેલા અનરાધાર વરસાદના પગલે સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. ગઈકાલથી વસઈ – વીરાર સહિતના વિસ્તારોમાં બારે મેઘ ખાંગા સમાન સ્થિતિ સર્જાઈ હોઈ આજે સવારે તો રેલવેના પાટાઓ પણ પાણીમાં અદ્રશ્ય થઈ જતા જાણે વસઈ – વીરાર બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. રેલવે પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરૂપે લોકલ ટ્રેનોનો મોડી રાત્રીથી જ અટકાવી દેવાઈ હતી. બીજીતરફ લાંબા અંતરની ટ્રેનો પણ મુંબઈ પહોંચવામાં અસક્ષમ નિવડતા તેને પણ અધવચ્ચે રૂકજાવના આદેશો આપી દેવાયા હતા.
આ બાબતે કચ્છ પ્રવાસી સંઘના કન્વીનર નીલેશ શાહે વિગતો આપતા જણાવ્યું કે, વીરાર – વસઈ વિસ્તારમાં અતિ ભારે વરસાદના લીધે રેલવેના પાટાઓ પાણીમાં અદ્રશ્ય થઈ ગયા છે. વીરારથી આગળ જવું શક્ય ન રહેતા લોકલ ટ્રેનો તો અટકાવી જ દેવામાં આવી છે. તેની સાથોસાથ કચ્છથી મુંબઈ તરફ આવતી એસી સુપરફાસ્ટ, ભુજ-દાદર (વિકલી), કચ્છ એકસપ્રેસ, સયાજીનગરી એકસપ્રેસને પણ સલામત સ્થળોએ રોકી દેવામાં આવી છે. આ તમામ ટ્રેનો મુંબઈ સુધી ન પહોંચતા પ્રવાસીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું કે, વર્તમાન સ્થિતિના કારણે મુંબઈથી કચ્છ જતા પ્રવાસીઓનો આયોજન કેન્સલ થાય તો ટ્રેન રવાના થવાની ઘોષણા બાદ જ ટીકીટ કેન્સલ કરાવવી. કારણ કે, આ ટ્રેનો મુંબઈથી ઉપડવાની ન હોઈ જો પ્રવાસી પહેલા ટીકીટ કેન્સલ કરાવે તો તેને માત્ર પ૦ ટકા જ રીફંડ મળવાપાત્ર હોય છે. પરંતુ રેલવે પ્રશાસન દ્વારા ટ્રેન કેન્સલ કરાય તો પ્રવાસીઓને પુરેપુરૂં રીફંડ મળતું હોય છે.

 

મુંબઈ વરસાદની સાથે સાથે..
• ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું • વરસાદના કારણે ૯૦ ટ્રેનો રદ • પાલઘર-વસઈમાં જળભરાવથી ૩૦૦ લોકો ઘરોમાં જ ફસાયા • ટ્રેકપાણીમાં ગરક થતા અનેક રેલવ્યહવાર થયો છે ઠપ્પ : પશ્ચીમ રેલવે અધિકારી • ભારે વરસાદથી ડબ્બાવાળાની સેવા બંધ • મોનસુન સિઝનમાં એક દિવસમાં સૌથી વધુ વરસાદ • મહારાષ્ટ્રમાં સીએમએ શિક્ષણમંત્રીને સરકારી શાળાઓ બંધ રાખવાના આપ્યા આદેશ • પાલઘરમાં નેવી-કોસ્ટગાર્ડની ટીમો રખાઈ સ્ટેન્ડબાય • સતત વરસાદથી મુંબઈના અનેકવિસ્તારોમાં ટ્રાફીક જામ

 

 

માત્ર ૧.રપ ટકા વરસાદથી કચ્છના ખેડૂતોમાં ચિંતા
જિલ્લામાં સરેરાશ કરતા ઓછો વરસાદ નોંધાયો : ચાર તાલુકા કોળા ધાકોડ
ગાંધીનગર : રાજ્યમાં ચોમાસુ શરૂ થવા પામ્યુ છે જો કે નબળા ચોમાસાની શરૂઆત થતાં રાજ્યના ૬ તાલુકાઓ એવા છે જ્યાં આજદીંન સુધીમાં એક છાંટો પણ વરસાદ થવા પામ્યો નથી. જેમાં કચ્છ જિલ્લાનાં પાંચ તાલુકાનો સમાવેશ થાય છે. રાજ્ય પૂર નિયંત્રણ કક્ષાના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ જિલ્લાનો સરેરાશ વરસાદ ૪૧૭ મી.મી. છે જેની સાથે અત્યાર સુધીમાં માત્ર ૧.રપ ટકાજ વરસાદ થવા પામ્યો છે. કચ્છમાં માત્ર ૧.રપ ટકાજ વરસાદ નોંધાતા ખેડુતોમાં ચિંતા ઉઠવા પામી છે. વાવણી લાયક વરસાદ ન થતાં ખેડુતો વાવેતર પણ કરી શકતા નથી.પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ જિલ્લાના ભચાઉ,ભુજ,ગાંધીધામ,અને માંડવી એમ ચાર તાલુકાઓ એવા છે જ્યા એક છાંટો પણ વરસાદ થવા પામ્યો નથી જયારે અબડાસા અને લખપત તાલુકામાં પણ માત્ર ૦.રપ ટકા જેટલોજ વરસાદ થયો છે. રાજ્યમાં આ સમયગાળા દરમ્યાન સરેરાશ વરસાદ સામે સૌથી ઓછો વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો છે. જેમાં કચ્છનાં સૌથી વધુ તાલુકાઓ વરસાદ વિના સૌ કોળા ધાકોડ રહેતા ખેડુતોમાં ચિંતા ઉઠવા પામી છે.

 

ગીર-સોમનાથમાં સુખનો વરસાદ : સૌરાષ્ટ્રમાં અનરાધાર :ચોમાસું જામ્યું
હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર : અમરેલીથી સાવરકુંડલા સહિતના અનેકવિધ સ્ટેટ હાઈવે બંધ કરાયા

અમદાવાદ : દક્ષીણ ગુજરાતમાં મન મુકીને વરસેલા મેઘાએ હવે સૌરાષ્ટ્ર પર નજર મંડરાવી દીધી હોય તેમ સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકી રહ્યો છે. ગીર સોમનાથમાં સુખનો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામી ચૂકયુ હોય તેમ દેખાઈ રહ્યુ છે. વેરાળવળ, મોડાસા, ખાંભા, ગીર સામેનાથ, કોડીનાર, ઉમરગામ સહિતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગીર ગઢડાનો દાણેશ્વર ડેમ ઓગની જવા પામી ગયો છે. વરસાદના લીધે સોમનાથના ત્રીવેણી સંગમમાં નવા નીર આવ્યા છે, ગીર સોમનાથના હીરણનદીમાં નવા નીર આવ્યા છે. હાલમાં પણ વલસાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગીર સામેનાથમાં બસ ડેપો અને પોસ્ટ ઓફીસ પણ પાણી ફરી વળ્યા છે. ગત ટુકાંગાળામાં જ આઠ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હોવાથી અહી ખેડુતો ખુશખુશાલ થઈ જવા પામી ગયા છે.

 

૧૪થી ૨૦ જુલાઇ સુધી ગુજરાતમાં ભારે વરસાદઃ ઘટ દૂર કરશે
અમદાવાદ : ૧૩જુલાઇથી બંગાળની ખાડીમાં સ્ટ્રોંગ પ્રેશર સર્જાશે, જેને કારણે ૧૪થી ૨૦ જુલાઇ અમદાવાદ સહિત રાજ્યનાં મોટભાગનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જેનાથી હાલમાં ગુજરાતમાં સરેરાશ કરતાં ૪૬ ટકા વરસાદની ઘટ દુર થશે.

 

ગુજરાતમાં મુશળધાર વરસાદથી એનડીઆરએફની ટીમો તૈનાત
અમદાવાદ : ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે તંત્રએ પણ તૈયારીઓ આદરી છે અને એનડીઆરએફની ટીમો તૈનાત રાખવામાં આવી છે. વલસાડ-સુરત, તાપીમાં એક એક ટીમો જયારે વડોદરામાં છ તો ગાંધીનગરમાં ત્રણ ટીમો તૈનાત કરવામા આવી છે.
આ ઉપરાંત પાલનપુર-જામનગર અને અમરેલીમાં પણ એક એક ટીમો મુકવામા આવી ગઈ છે.

 

 

મુંબઈઃ મુંબઈ, પાલઘર, થાણે અને નવી મુંબઈમાં છેલ્લાં ચાર દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. મંગળવારે સવારે પણ ભારે વરસાદના કારણે હિંદમાતા, કોલાબા, માર્ટુંગા, દાદર, સાંતાક્રૂઝ અને સાયનમાં  પાણી ભરાઈ ગયા છે. નાલા
સોપાર રેલવે સ્ટેશનના ટ્રેક પર સતત બીજા દિવસે પણ પાણી ભરાઈ ગયો હોવાથી વેર્સ્ટન રેલવે લાઈન પર વાહનવ્યવહાર પર અસર થઈ છે.
દેશની આર્થિક પાટનગરી મુંબઈમં મેઘરાજાએ મંડાણ કર્યુ છે. આજે પણ મેઘતાંડવ યથાવત છે. વહેલી સવારથી જ અહી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જનજીવન તિત્તર બિત્તર થવા પામી ગયુ છે. મુંબઈમાં જળબંબાકારની સ્થિતી જ આજે પણ સર્જાવવા પામી રહી છે. શહેરમાં અત્યાર સુધીમાં ૧૬ર મી.મી. પાણી ખાબકી ચૂકયુ છે. મુંબઈના ઠેર ઠેર વિસ્તારમાં પાછલા બે દીવસથી મેઘરાજાએ મંડાણ કર્યુ અને આજ રોજ સવારથી ફરીથી અહી અનેકવીસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવા પામી રહ્યા છે. બીજીતરફ મુંબઈઘરાઓને ભારે વરસાદના પગલે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.
આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર મુંબઈમાં તેજ વરસાદના પગલે અનેક નીંચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થીતી સર્જાઈ જવા પામી ગઈ છીે. મુંબઈના અનેકવિસ્તારોમં કેડસમા પાણી ભરાઈ ગયા છે. મુંબઈની લાઈફલાઈન રેલ વ્યહવાર ખોરવાઈ જવા પામી ગયો છે. ન માત્ર રેલ પરંતુ હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થવા પામી ગઈ છે. મુંબઈથી વેસ્ટર્ન રેલવે વિલંબીત ચાલી રહી છે. નાલાસોપાર રેલવે ટ્રેક પર પાણી બરકરાર છે અને સાયન રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થવા પામી ગયો છે.મુબંનઈ લાઈફલાઈન લોકલ ટ્રેનોને વિરાર તરફ રોકી દેવામા આવી છે. માયાનગરીમાં મેઘતાંડવના લીધે ખાનગી શાળા-કોલેજો બંધ રાખવામા આવી છે પરંતુ સરકારી શાળાઓ ચાલુ રાખવામા આવી છે. મહારાષ્ટ્રના શિક્ષણમંત્રીએ કહ્યુ છે કે, શાળા કોલેજો બંધ કરવાનો કોઈ અર્થ નથી. ડબબ્બાવાળાઓ પણ આજ રોજ રજા જાહેર કરી દીધી છે. નોધનીય છે કે, મુંબઈ તરફથી આવતી અનેક ટ્રેન રદ થવા પામી ગઈ છે તો વળી વલસાડ રેલવે સ્ટેશને લોકો રીફંડ લેવા માટે દોટ મુકી રહ્યા છે. વર્તમાન સમયે મેઘતાંડવની સ્થીતી જોતા મુંબઈનો ગુજરાતની પ્રવાસ ખેડનારાઓએ સાવચેતી રાખવી જોઈએ. દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં અતિભારે વરસાદનો દોર જારી રહ્યો છે. આજે મંગળવારના દિવસે પણ લોકોને કોઇ રાહત મળી ન હતી. સોમવારના દિવસે શહેરમાં ૨૦૧૧ બાદથી લઇને હજુ સુધી કોઇ એક મોનસુનની સિઝનમાં સૌથી વધારે વરસાદનો રિકોર્ડ નોંધાયો હતો.