મામલતદાર કચેરી-ભુજ ગ્રામ્ય તથા શહેરીનું વિભાજન કરાયું


સરકારશ્રી દ્વારા મામલતદાર કચેરી, ભુજ (ગ્રામ્ય) તથા મામલતદાર કચેરી, ભુજ(શહેર)નું વિભાજન કરવામાં આવેલ છે. જે મુજબ બંને કચેરીઓનું કાર્યસૂત્ર પણ અલગ અલગ કરવામાં આવેલ છે. હાલે પુરવઠા (રાશનકાર્ડ) અંગેની તમામ કામગીરી મામલતદાર કચેરી, ભુજ (ગ્રામ્ય) ખાતે કરવામાં આવી રહેલ હતી. પરંતુ સરકારશ્રી દ્વારા રાશનકાર્ડને લગતી તમામ કામગીરીની સેવા તમામ નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા ભુજ તાલુકાનું વિભાજન કરી મામલતદાર કચેરી, ભુજ (શહેર) ને તા. ૦૫/૦૭/૨૦૨૧ થી કાર્યરત કરવામાં આવનાર છે. જેમાં ભુજ (શહેર), માધાપર, મીરજાપર અને સુખપરનાં વિસ્તારમાં સમાવિષ્ટ વ્યાજબી ભાવની દુકાનોમાં સમાવિષ્ટ રાશનકાર્ડ ધારકોની રેશનકાર્ડ અંગેની તમામ કામગીરી મામલતદાર કચેરી, ભુજ-શહેર જુની મામલતદાર કચેરી, લેઉવા પટેલ હોસ્પીટલની બાજુમાં, ભુજ-મુન્દ્રા રોડ ખાતે તા.૦૫/૦૭/૨૦૨૧ થી કરવામાં આવનાર છે તેમજ ભુજ (શહેર), માધાપર, મીરજાપર અને સુખપર સિવાયનાં તમામ ગામોની રાશનકાર્ડ ધારકોની રાશનકાર્ડ અંગેની તમામ કામગીરી મામલતદાર કચેરી, ભુજ(ગ્રામ્ય) એકોર્ડ હોસ્પિટલની સામે, ભુજ-કચ્છ ખાતેની કરવામાં આવશે. જેની જાણ ભુજ તાલુકાની તમામ જાહેર જનતાએ નોંધ લેવા મામલતદાર ભુજ (ગ્રામ્ય) અને શહેરી દ્વારા જણાવાયું છે.