માનવ ગરીમા યોજનામાં કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલ કિટ્સ માટે ૩૧મી જુલાઇ-૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી કરવી

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું  મુખ્ય કાર્ય સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા  વિકાસને કેન્દ્રમાં રાખી અહી જણાવેલ પછાત જાતિઓનાં કલ્યાણ માટેની યોજનાઓ અમલમાં મુકેલ છે. અનુસૂચિત જાતિઓ, વિકસતી જાતિઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો, અલ્પ સંખ્યક સમુદાયો, અનાથ, નિ:સહાય,  ભિક્ષુક અને વૃદ્ધ વ્યક્તિઓ માટે પણ કલ્યાણકારી યોજનાઓ આ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. આ વિભાગ દ્વારા અમલિત કલ્યાણકારી યોજનાઓનું બહોળા સ્વરૂપે નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવેલ છે. શિક્ષણ,  આર્થિક ઉત્કર્ષ, આરોગ્ય અને આવાસ અન્ય યોજનાઓ. આજે આપણે વાત કરીશુ માનવ ગરિમા યોજનાની……. માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો મેળવવા માટે સહાય ફોર્મ http://sje.gujarat.gov.in પરથી મેળવી શકાશે અને www.esamajkalyan.gujarat.gov.in/ પર ઓનલાઇન અરજી કરી શકાશે. માનવ ગરીમા યોજના હેઠળ (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ) હેઠળ કડીયાકામ, સેન્‍ટીંગ કામ, વાહન સર્વિસીંગ અને રીપેરીંગ, મોચીકામ, દરજીકામ, ભરતકામ, કુંભારીકામ, વિવિધ પ્રકારની ફેરી, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ, ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ, સુથારીકામ, ધોબીકામ, સાવરણી સુપડા બનાવનાર, દુધ-દહી વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ, પંચર કીટ, ફ્લોર મીલ, મસાલા મીલ, રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો), મોબાઇલ રીપેરીંગ, પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ), હેર કટીંગ (વાળંદ કામ), રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી) રજુ કરવાના ડોક્યુમેન્‍ટ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ પૈકી કોઈ એક), અરજદારની જાતિનો દાખલો, વાર્ષિક આવક નો દાખલો,   અભ્યાસનો પુરાવો કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલ કિટ્સ આપવામાં આવે છે. જેની અરજી કરવાની છેલ્લી તા.૩૧મી જુલાઇ-૨૦૨૧ છે.