માનકુવામાંથી આયુર્વેદિક હર્બલ ટોનિકનો ૪.૨૩ લાખનો જથ્થો પકડાયો

0
29

બીલ કે આધાર પુરાવાની રજુ ન કરતા દુકાન અને ગોડાઉનમાં રહેલો જથ્થો જપ્ત કરાયો

માનકુવા : ગામમાં મુખ્ય માર્ગ પર આવેલી તૃષા ઠંડા પીણાંની દુકાન અને તેના ગોડાઉનમાં આધાર પુરાવા વગરનો આયુર્વેદિક હર્બલ પીણાની બોટલો જપ્ત કરવામાં આવી હતી.
માનકુવા પોલીસે બાતમી આધારે મુખ્ય માર્ગ ઉપર આવેલી તૃષા ઠંડા પીણાની દુકાનમાં પ્રકાશ પરબતભાઈ દબાસીયા (રહેવાસી માનકુવા)પાસેથી આધાર પુરાવા વગરની હર્બલ ટોનિકની આયુર્વેદિક બોટલો મળી આવી હતી, તેની વધુ પૂછપરછ કરતા તેના ગોડાઉનમાંથી સ્ટોનહીલ આયુર્વેદિક હર્બલની ૮૦ બોટલ, આશ્વાસવ હર્બલ ની ૭૫૦ બોટલ ઉસીરસવ હર્બલની ૨૧૫૦ બોટલ, કંકાસવ હર્બલની ૭૫૦ બોટલ અને યુરીસન આયુર્વેદિક હર્બલની ૫૦૦ બોટલ મળી કુલ ૪.૨૩ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ જથ્થા અંગે કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ ન કરતા પોલીસે જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.