માધાપર પાસે દારૂની બોટલ સાથે બાઈક ચાલક પકડાયો

ભુજ : તાલુકાના માધાપર હાઈવે ઉપરથી પોલીસે ૧ બોટલ શરાબ સાથે બાઈક ચાલકને ઝડપી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર માધાપર સ્વામિનારાયણનગરમાં રહેતા ભાવિન નાથાલાલ સુથાર (ઉ.વ. રપ) ગત રાત્રીના નવ વાગ્યે મહેન્દ્રા શોરૂમ સામે પોતાની મોટર સાઈકલ નંબર જી.જે. ૧ર સી.એચ. ૦૧૮૪ ઉપરથી પસાર થતો હતો. ત્યારે એલસીબીએ ચેક કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ કિ.રૂ. ૩પ૦ની મળી આવતા બે મોબાઈલ કિ.રૂ. ૩પ૦૦ તથા બાઈક મળી ૩૩,૮પ૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો.