માધાપર પાસે છોકરાઓનું અપહરણ કરી જતા હોવાનો શક રાખી માર મરાયો

નખત્રાણા : તાલુકાના માધાપર (મંજલ) નજીક છોકરાઓના અપહરણ કરી જતા હોવાનો શક વ્હેમ રાખી ટોળાએ પાંચ વ્યકિતઓ ઉપર હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પરેશ મનસુખભાઈ બારોટ (ઉ.વ.ર૭) (રહે. માનકુવા), નિકુલ ભલાભાઈ વાઘેલા (ઉ.વ.૧પ) (રહે. માનકુવા), મુકેશ કાનજી લુહાર (ઉ.વ.૧૮) (રહે. સુખપર) તથા નરેશ જીવા લુહાર (ઉ.વ.ર૦) (રહે. માનકુવા તા.ભુજ ગતરાત્રીના સાડા દસ વાગ્યે છકડો રીક્ષાથી જતા હતા ત્યારે માધાપર (મંજલ) પાસે છોકરાઓનું અપહરણ કરી જતા હોવાનો શક રાખી ર૦થી રપ જેટલા લોકોના ટોળાએ ધોકા, પાઈપ અને પથ્થરો વડે મારમારી ઈજાઓ પહોંચાડતા પ્રથમ સારવાર નખત્રાણા લઈ વધુ સારવાર માટે ભુજ જીકેમાં દાખલ કરાતા નખત્રાણા પોલીસે જાણવા જોગ પરથી ગુન્હો નોંધવા કાર્યવાહી હાથ ધરેલ છે.