માધાપર ખાતે દેનાબેંક નિવૃત એસોસીએશન પરિવારજનોએ કોવીશીલ્ડ રસી લીધી

દેનાબેંક નિવૃત કર્મચારી એસોસીએશન ભુજ યુનિટના પરિવારજનોએ કોવીશીલ્ડ વેકસીનનો બીજો ડોઝ લીધો હતો. આજરોજ માધાપર ખાતે આયુષ મેડિકલ ઓફિસર ડો.ધારા અજાણીની દેખરેખ હેઠળ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની ટીમે રસીકરણનું સુઆયોજન કર્યુ હતું. કચ્છીઓ માટે ભુજ તાલુકાના દરેક પ્રાથમિક હેલ્થ સેન્ટર ખાતે રસીકરણનું સરસ આયોજન ચાલી રહયું છે.