માધાપરમાં પરિણીતાનો અકળ આપઘાત

લેર પાસે તાવના કારણે શ્રમજીવીનું મોત

ભુજ : તાલુકાના માધાપર તથા લેર પાસે અપમૃત્યુના બનાવોમાં મહિલા સહિત બે વ્યકિતઓની જિંદગી ઉપર પૂર્ણ વિરામ મૂકાઈ ગયો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર માધાપર પાસે બાપાસીતારામ મઢલી નજીક રહેતા કાન્તાબેન બચુભાઈ સથવારા (ઉ.વ.૪૦) પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર લાકડાની આડી સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ભાગીને તેના પતિએ ભુજની જનરલમાં લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ લેર પાસે આવેલ આશાપુરા કંપનીમાં કામ કરતા અને લેરમાં રહેતા મૂળ ઓરિસ્સાના નારાયણ બીનબંગ મલીક (ઉ.વ.૪પ)ને બે-ત્રણ દિવસથી તાવ આવતો હોઈ ગતરાત્રીના દસ વાગ્યે તબીયત લથડતા સારવાર માટે ભુજ જીકેમાં લાવતા સારવાર મળે તે પહેલા ફરજ પરના તબીબે મૃત જાહેર ઘોષીત કરતા પધ્ધર પોલીસે એડી દાખલ કરી એએસઆઈ કાનજીભાઈ જાટીયાએ તપાસ હાથ ધરી હતી.