ગાંધીધામના ભારાપરના શખ્સ સામે પણ ચાઈલ્ડ પોર્નોગ્રાફી હેઠળ કરાઈ કાર્યવાહી

(ક્રાઈમ રિપોર્ટર દ્વારા)ભુજ : તાલુકાના માધાપરના શખ્સે પોતાના મોબાઈલમાં પોર્નોગ્રાફીને લગતા બિભત્સ ફોટો- વીડિયો સંગ્રહ કરીને ગુનો આચારતા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તો ગાંધીધામના ભારાપરમાં પણ ચાઈલ્ડ પોર્નોગ્રાફીની ટીપલાઈનને આધારે યુવાન સામે કાર્યવાહી કરાઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ માધાપરના નવાવાસમાં કારીમોરી વિસ્તારમાં રહેતા અશોક હમીરભાઈ રબારી (ઉ.વ. ૪૦) વિરૂદ્ધ આઈટી એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી. આરોપીએ પોતાના મોબાઈલમાં પોર્નોગ્રાફીને લગતા બિભત્સ ફોટોગ્રાફ અને વીડિયો રાખીને ગુનો આચાર્યો હતો. જેને પગલે ભુજ બી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરૂદ્ધ આઈટી એકટની કલમ ૬૭ હેઠળ ગુનો નોંધતા પીઆઈ એસ.બી. વસાવાએ આગળની તપાસ હાથ ધરી છે. તો બીજીતરફ ચાઈલ્ડ પોર્નોગ્રાફીની ટીપ લાઈનના આધારે ગાંધીધામના ભારાપર રોડ પર રહેતા ઈરફાન કાસમ સિપાઈ નામના શખ્સ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી સબંધી વીડિયો અને ફોટો સ્ટોર કરી વિવિધ એપ્લીકેશનો પર આઈડી બનાવી બિભત્સ સામગ્રીનો આપ-લે કરવા સબબ આરોપીનો રૂપિયા ૧૦ હજારનો મોબાઈલ કબ્જે કરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.