માધાપરના આધેડનું ક્રેેન પરથી પડી જતાં મોત

ભુજ : માધાપરથી અંજાર તરફ ક્રેન અંજાર તરફ જઈ રહેલ આધેડનું ગાયને બચાવા જતાં ક્રેનમાંથી પડી જતા ગંભીર ઈજાઓ થતાં સારવાર મળે તે પુર્વે મોત નિપજયું હતું. પોલિસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ માધાપરથી અંજાર તરફ ક્રેન લઈને જઈ રહેલ માધાપરના બાવન વર્ષિય રાજેશ શાન્તિલાલ રાઠોડ રેલડી ફાટક પાસે વચ્ચે ગાય આજી જતાં ગંભીર પ્રકારની ઈજાઓ થતાં ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવતાં ફરજના તબિબે મૃત જાહેર કર્યો હતો. પોલિસ દફતરે અકસ્માત મોતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરાયાનું જાણવા મળ્યું હતું.