માધાપરથી ગાંધીધામ પરણેલી યુવતીને દહેજ બાબતે સાસરિયાઓનો ત્રાસ

સંતાન ન થવા બાબતે પણ મેંણા ટોંણા મારી મારકુટ કરનાર પતિ સહિત ચાર વિરૂદ્ધ ફરિયાદ

ભુજ : અહીંના મહિલા પોલીસ મથકે માધાપરમાં માતૃગૃહેથી યુવતીએ તેના સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પતિ, સાસુ, સસરા અને નણંદ વિરૂદ્ધ પરિણીતાએ દહેજની માંગણી કરી મારકુટ કર્યા ઉપરાંત સંતાન નહીં થવા બાબતે મેંણા ટોંણા મારી શારીરિક – માનસિક ત્રાસ આપ્યા સબબ ગુનો નોંધાવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ કૃપા મીતેશગીરી ગોસ્વામીએ ભુજ મહિલા પોલીસ મથકે તેના પતિ મીતેશગીરી રમેશગીરી ગોસ્વામી, સાસુ દમયંતીબેન, સસરા રમેશગીરી કુંવરગીરી ગોસ્વામી (રહે. ત્રણેય ભારતનગર, જનતા કોલોની, ગાંધીધામ) અને નણંદ પ્રેમીલા ચેતનભાઈ ગોસ્વામી (રહે. રામપર, તા.માંડવી) વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓ દ્વારા પરિણીતાને લગ્નજીવન દરમ્યાન દહેજની માંગણી કરી ઘરના કામકાજ બાબતે મેંણા ટોંણા મારી મારકુટ કરવામાં આવતી હતી, તેમજ ફરિયાદીને સંતાન ન થવા બાબતે શારીરિક – માનસિક ત્રાસ આપ્યો હતો. બનાવને પગલે પરિણીતાએ મહિલા પોલીસ મથકે અરજી કર્યા બાદ વિધિવત ગુનો નોંધ્યા અંગે મંજૂરી મળતા વિધિવત ફરિયાદ નોંધાઈ હતી.