માતાના મઢમાં સંવેદનશીલ સીએમ રૂપાણીએ કરી પ્રાર્થના માં આશાપુરા કચ્છ-ગુજરાતનું સદાય કરે રખોપુ

દર્શન કર્યા બાદ સંવેદનશીલ મુખ્યપ્રધાને મીડીયા સાથે કરી વાતચીત : ગુજરાતીઓના કલ્યાણ-સમૃદ્ધી માટે માતાજીની પ્રાર્થના કર્યાનો કર્યો ઉદગાર

માતાના મઢ : દીપાવલીની ઉજવણી કચ્છના છેવાડાના લખપત તાલુકામાં સેન્ય કર્મીઓ સાથે કરવાનો નિર્ધાર કરનાર રાજયના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ આજ રોજ માતાના મઢ ખાતે સવારે ૧૦ કલાકે આવી પહોંચ્યા હતા અને મા આશાપુરાને શીઝ જુકાવી અને મીડીયાકર્મીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ કહ્યુ હતુ કે, આજે દિવાળીનો શુભ દીવસ છે. દીવાળી બોર્ડર પર જવાનોની વચ્ચે ગાળવી એ શિલસિલો પણ છે. માતાના મઢથી કોટેશ્વર બીઓપી પર જાઈશ. તે પછી લખપત બીઓપીમાં સૈન્યના જવાનો સાથે સંમેલનમાં ભાગ લેવાનો મારો સકલ્પ છે. સેના જવાનો સાથે હું દિપાવલી વિતાવીશ. કચ્છમાં આવીએ એટલે સ્વાભાવીક છે કે માતાના મઢ મા આશાપુરાને વંદન અને પ્રાર્થના કરી છે. ગુજરાતનું ખુબ કલ્યાણ થાય તમામ ગુજરાતીઓ પર માતાજીની સદાય કૃપા બની રહે. ગુજરાત જે સલામત છે તેમાં આશાપુરા માતાજી બેઠા છે અને તેના કારણે ગુજરાત સલામત છે. બધાને માતાજી ખુબ શકિત આપે અને વિકાસની હરણફાળ ભરીએ. આપણુ ગુજરાત વિકાસ કરે, સલામતી રહે અને ગુજરાતીઓને સુખી કરે તેવી પ્રાર્થના આજ રોજ કરી છે.
આજ રોજ વીજયભાઈ રૂપાણીએ માતાના મઢમાં દર્શન, પુજા વીધી કર્યા બાદ વિજયભાઈએ રાજાબાવા યોગેન્દ્રસિંહનીપણ શુભેચ્છા મુલાકાત લીધી હતી જયા તેઓને રાજાબાવાએ આર્શીવાદ આપ્યા હતા તેની સાથોસાથ મા આશાપુરાનું સ્મૃતીચિહ્ન પણ ભેટસ્વરૂપે આપ્યા હતા. આ વેળાએ કચ્છ ભાજપના મેભીઓ તથા આગેવાનો પણ તે વેળાએ સાથે રહ્યા હતા. વિજયભાઈ રૂપાણી આજ રોજ તેમના ભરચક અડધા દિવસના કાર્યક્રમ દરમ્યાન પણ માતાજીના મંદીરે પુરતા સમય સાથે પૂજા-અર્ચના અને દર્શન કર્યા હતા. અહી તેઓને કચ્છ ભાજપના આગેવાનો અને મંદીરના ટ્રસ્ટીગણ સહિતનાઓએ ઉમળકાભેર આવકાર્યા હતા.