માતાનામઢ લીફરી ખાણમાં જુગાર રમતા ચાર ખેલીઓ ઝડપાયા

લખપત : તાલુકાના માતાનામઢ ખાતે આવેલ લીફરી ખાણમાં જાહેરમાં જુગાર રમતા ચાર ટ્રક ચાલકોને પોલીસે પકડી પાડ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગતરાત્રીના દસ વાગ્યે તીનપત્તી વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા રવજી નાગજી જેપાર (રહે. નાગલપર), મજીદ મામદ ભજીર (રહે. રવાપર), કનૈયાલાલ પરબત જયપાર (રહે. મથલ) તથા માનકુવાના ઉમર ફકીરમામદ કુભારને દયાપરના સહાયક ફોજદાર નારણભાઈ મકવાણા તથા સ્ટાફે છાપો મારી રોકડા રૂપિયા ૩૭૭૦ સાથે પકડી પાડી હવાલાતમાં ધકેલી દીધાનું પીએસઓ ભરતસિંહ ઝાલાએ જણાવ્યું હતું.