માતાનામઢ પાસે તુફાન-એસ.ટી. વચ્ચે અકસ્માત : પ્રવાસીઓ ઘવાયા

લખપત : તાલુકાના માતાનામઢથી એકાદ કિ.મી. રવાપર તરફના માર્ગે તુફાન અને એસ.ટી. વચ્ચે અકસ્માત થતાં તુફાન ચાલક તથા એસ.ટી.ના પ્રવાસીઓને ઓછીવતી ઈજાઓ  થવા પામી હતી.પ્રાપ્ત વિગતો મુજબ માતાનામઢથી જામનગર જઈ રહેલ એસ.ટી. બસ સવારે ૬ વાગ્યે માતાનામઢથી ભુજ તરફ જતી હતી. ત્યારે મઢથી એકાદ કિ.મી. દૂર સામેથી આવતી તુફાન જીપના ચાલકે એસ.ટી. સાથે એક્સિડેન્ટ કરતા તુફાનના ચાલક તથા એસ.ટી.માં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને ઓછીવતી ઈજાઓ થઈ હતી. બનાવ અંગે નખત્રાણા એસ.ટી. ડેપોના ટ્રાફિક કંટ્રોલર વાલજીભાઈ મંગાભાઈ મારવાડાએ દયાપર પોલીસને કરતા હેડ કોન્સ. દિનેશભાઈ પ્રજાપતિએ તપાસ હાથ ધરી હતી.