માતાનામઢમાં પ્રવાસમાં આવેલી ત્રણ બાળકીઓ રહી ગઈ

દયાપર : માતાનામઢમાં ત્રણ બાળકીઓ પ્રવાસમાં રહી હતી. જીઆઈડીના યુવાનોએ વાલીને ફોન કરીને પાછી સોપી હતી. તેમજ જીઆઈડીના નરેશભાઈએ જણાવ્યું હતુ કે, પ્રવાસમાં આવતી શાળાના બાળકો તેમજ શિક્ષકોને ખાસ સુચના આપવામાં આવી હતી કે, તમે પ્રવાસમાં આવો, જાવો ત્યારે બાળકોની હાજરી પુરી લેવી જરૂરી છે. નરેશભાઈ, મામદ રાયમા, દેવજી નાગડા, વિજય બાભણિયા દ્વારા પ્રવાસમાં આવતા શિક્ષકો પોતાની શાળાના બાળકોને ધ્યાન રાખે તેવું જણાવ્યું હતું.