માતાનામઢમાં અશ્વિની નોરતાની તૈયારીઓ આખરી તબક્કામાં

માતાનામઢ : આધ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિના આગમનનો ધમધમાટ વર્તાઈ રહ્યો છે. આગામી તારીખ ૨૦મીના રોજ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે ઘટસ્થાપન થશે. રાત્રિના સાડા આઠ કલાકે ઘટસ્થાપન થયા બાદ તારીખ ૨૧થી નવરાત્રિનો પ્રારંભ થશે. તો તારીખ ૨૭ સપ્ટેમ્બના રાત્રે આઠ વાગ્યે હવનનો પ્રારંભ થશે. આસો સુદ સાતમના મોડી રાત્રે નાળિયેર હોમાશે. જ્યારે આઠમના કચ્છના રાજવી પરિવાર દ્વારા ચામર તથા પતરીવિધિની પુજાના કાર્યક્રમો યોજાશે. અશ્વિન નવરાત્રિ દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને યાત્રિકો દેશદેવી આશાપુરના દર્શને આવવાના છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે ઉભી કરાતી સુવિધાઓની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણસિંહ વાઢેરે જણાવ્યું હતું કે, આગામી તારીખ ૧૮મીથી  રાજપુત યુવા સંઘ દ્વારા મેઘા કેમ્પ શરૂ થઈ જશે. જેમાં  પદયાત્રિઓને ચા-નાસ્તો, ભોજન, વિરામ, મેડિકલ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.