માટીચોર ગેંગમાંં ફફડાટ : શિણાય ડેમ માટીચોરી-કાંડનો વકરતો વિવાદ : ખનીજ ટુકડી ત્રાટકી : નવી ગેરરીતી ખુલશે

શિણાય ડેમમાથી ગેરકાયદેસર માટી ઉપડતી હોવાની ફરીયાદના આધારે સ્થળ તપાસ કરી છે, જમીન માલીક, માટીનુ કામ કરનાર અને સરપંચના નિવેદનલ લેવાયા છે, વધુ ઘનિષ્ઠ તપાસ કરીને દુધનુ  દુધ અને પાણીનુ પાણી કરીને જ ઝંપીશુ, ઠરાવ આધાર તરીકે દર્શાવાયો છે, તેમાં સરપંચની સહી બારોબાર કરાઈ હોવાનુ પ્રાથમિક રીતે બહાર આવ્યુ છે, જે તપાસ કરી રહ્યા છીએ :  ખાણખનિજ અધિકારી(પૂર્વ કચ્છ) :  તુણા રોડ પર એક ઠામમાં માટી ચોરીની શંકાના આધારે ખાણખનીજની ટીમ આવી હતી, પંચનામુ કર્યુ હતુ, મે સહી કરી છે, ઠરાવ મને દેખાડયો હતો, તે ઠરાવમાં સહી મારી ન હોવાનુ મે જણાવી દીધુ છે, આધારો મળશે એટલે મારી સહીનો ગેરઉપયોગ કરનારની સામે ફરિયાદ દાખલ કરીશ :  ગોપાલભાઈ(સરપંચશ્રી શિણાય)

શિણાય ડેમમાથી માટી નથી ઉપાડી તેવુ દેખાડવા માટી ચોરની ગેંગ નવું કારસ્તાન આચર્યુ પણ કાગળો પર ખનીજ વિભાગની હોશિયાર ટીમ પકડી પાડવાની વેતરણમાં

શિણાય ડેમમાથી માટી ઉપાડી ન હોવાનુ દેખાડવા, માથક રોડ પર શિણાય સીમની તળવાડીમાંથી માટી ઉપાડયાના કાગળો કર્યા તૈયાર : પણ જવાબદારોની સહીને મુદ્દે સર્જાયો જે ડખ્ખો

શામ-દામ-દંડ-ભેદ કરીને માટીચોરી પર પડદો પાડી દેવાની આળતીયા – મળતીયાઓની મીટીંગોના શરૂ  કર્યા દોર

૧૦૦ વાતની ૧ વાત : ખાણ ખનિજ વિભાગ પંચનામુ કરી આવ્યું છે, જે જમીન પર માટી ઠલવાઈ છે તે માટીની માત્રા અને જે શિણાય તળાવડીમાંથી માટી ઉપાડી હોવાનુ જણાવાય છે તે માટીની ક્ષમતા ચકાસાય તો પણ દુધનુ દુધ અને પાણીનુ પાણી થઈ શકે તેમ છે ? કારણ કે, જેટલી મોટી માત્રામાં માટી ઠલવાઈ છે તે તળાવડીમાંથી નીકળી જ ન શકી હોય..તે શિણાય ડેમની જ માટી છે, ખાણખનિજને ગેરમાર્ગે દોરવા જ તળાવડીની બે-ચાર ગાડીઓ ઠલવાઈ ગઈ છે..? :  જરૂર છે ખાણખનિજ વિભાગની ઈચ્છાશકિતપૂર્વકની કડક અને તટસ્થ તપાસની..?  તો આવા તો કઈક ઠામમા તુણા -મુૃંદરા રોડ પર શિણાય ડેમની માટી ઠલવાયાના થશે પર્દાફાશ..!

ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા કચ્છની પાણીની તરસ છીપાવવા માટે અનેકવિધ તત્કાળ નિર્ણયો લઈ રહી છે અને તેના ભાગરૂપે જ કચછ બ્રાન્ચ કેનાલના કામને પૂર્ણ કરવા જરૂરી માટી શિણાય ડેમમાથી ઉપાડવાની પણ મંજુરી આપી દીધી હતી પરંતુ આ ડેમમાથી માટી હકીકતમાં કચ્છ બ્રાન્ચ કેનાલમાં નાખવાના બદલે બારોબાર વેચવાના કૌભાંડને ભ્રષ્ટ ઠેકેદાર આણી ટોળકી અંજામ આપતી હેાવાની સ્થિતી સામે આવવા પામી રહી છે. શિણાય ડેમમાથી માટી ચોરીકાડનો વિવાદ હવે વધુને વધુ વકરી રહ્યો હોવાની સ્થિતી સામે આવી રહી છે. પ્રથમ નર્મદા નિગમની ટુકડી, બાદમાં મામલતદારશ્રી અને તે પછી ખાણખનીજની ટીમો ત્રાટકતા ભ્રષ્ટ કોન્ટ્રાકટ દ્વારા નીતનવા ગતકડાઓ અપનાવવામા આવી રહ્યા હોવાનો ઘટનાક્રમ સામે આવ્યો છે.

આ બાબતે ખાણખનિજ વિભાગના જવાબદાર અધિકારીને પુછતા તેઓએ જણાવેલ કે, શિણાય ડેમમાથી માટી બારોબાર વેચાઈ રહી છે તેવી ફરીયાદ મળી હતી જે અનુસંધાને વોચ ગોઠવી અને સબંધિત ઠામ પર સ્થળ તપાસ કરવામાં આવી છે. અમારી એક ટીમ સ્થળ પર ગઈ હતી અને તે ઠામમાં કાચી માટી પણ પડેલી દેખાઈ છે. જે સબબ જમીન માલીક, માટી નાખનાર પાર્ટી તથા ગામના સરપંચની રૂબરૂમાં આધાર-પુરાવાઓ માંગેલા છે. જેમાં શિણાય ગામની સીમતળમાં તળાવડીમાંથી માટી ઉપાડી હોવાનો વર્કઓર્ડર દેખાડવામા આવ્યો હતો. ખેતરમાં તળાવડીની માટી નાખી શકાય છે પરંતુ હવે વિવાદ એ થયો છે કે, વર્કઓર્ડર ગ્રામ પંચાયતના સામાન્ય સભાના ઠરાવથી અપાયેલો હોય છે જેમા તલાટીશ્રી અને સરપંચશ્રીની સહી હોય છે. અમે પંચનામુ કરતા સરપંચની સહી અને માટી નાખનાર પાર્ટીએ રજુ કેરલા ઠરાવમાં સરપંચની સહી જુદી-જુદી આવતા અમે રૂંબરૂમાં જ સરપંચને પુછતા તેઓએ જણાવેલ કે, વર્કઓર્ડરમાં કરેલી સહી મારી નથી. એટલે માટી ઉપાડવાના કામને લઈને પ્રાથમિક રીતે આ પ્રકારની હકીકતો સામે આવેલ છે. જે અધિકારીશ્રી સાથે ચર્ચા થશે અને આગળના માગદર્શન મેળવી અને ધોરણસરની તપાસ હાથ ધરવામા આવશે તેમ ખાણવિભાગના જવાબદાર સુત્રોએ જણાવ્યુ હતુ. તો બીજીતરફ આ બાબતે શિણાય ગામના સરપંચ ગોપાલભાઈને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, તેઓ પારિવારીક બીમારીઓના લીધે અમદાવાદ અને અન્યત્ર વિશેષ રોકાયેલા હતા. પરંતુ મામલતદારશ્રીની ટીમ આવી અને ગાડીઓ બંધ કરાવી ગઈ તેવી માહીતીઓ તેમને શિણાય ડેમમાથી માટી ઉપડવાની બાબતે મળવા પામી હોવાનુ જણાવ્યુ હતુ. ઉપરાંત ગોપાલભાઈએ કહ્યુ કે, ગઈકાલે તુણા રોડ પર જમીનમાં સાદી માટી ઉપાડાઈ હોવા બાબતે મને બોલાવીને પંચનામા મારી સહી લેવામા આવી હતી જે વખતે પાર્ટીએ રજુ કેરલા ઠરાવમાં પણ મારી સહી કરેલી હતી પરંતુ તે સહી મે નથી કરી એ વાત સાચી છે એટલે ખાણખનિજ વિભાગ પાસે પાર્ટીએ રજુ કરેલા આધારો મે લેખિતમાં માંગ્યા છે અને તે મળી ગયા બાદ મારી સહીનો ગેરઉપયોગ કરનારાઓની સામે હુ ચોકકસથી વિના વિલંબે ફરીયાદ દાખલ કરાવીશ તેવી ખાત્રી તેમણે ઉચ્ચારી હતી.

બીજીતરફ હવે શિણાય ડેમ માટીચોરી કાંડનો વિવાદ વકરી રહ્યો હોય તેમ દેખાવવા પામી રહ્યુ છે. જાણકારો દ્વારા એમ પણ કહેવાય છે કે, માટીચોર ગેંગ આણી ટોળકી આ પ્રકારના કૌભાડને ડામી દેવા અથવા તો પડદો પાડી દેવા માટે શામ-દામ-દંડ ભેદની નીતીઓ અપનાવી રહ્યા છે. અને તેમના બચાવામાં અળતીયા-મળતીયાઓની ગામના ચોરે બેઠકોના દૌર પણ ચાલુ થઈ જવા પામી ગયા છે. સુજલામ સુફલામ યોજનામાં આ રીતે બારોબાર માટી ઉપાડીને વેચાતી હોય તો સરકારને કેટલી આવકનો મોટુ નુકસાન થવા પામી રહ્યુ છે. હકીકતમાં તો આ રીતે સરપંચની જાણ વગર તેમની સહીથી જે કોઈ પાર્ટીએ માટી ઉપાડી હોય તેની સામે ફોજદારી રાહે તો કાર્યવાહી થવી જ ઘટે, સાથોસાથ જ માટી ઉપાડયાની રકમની ચાર-પાંચ ગણી રકમની પેનલ્ટી ફટકારવી જાેઈએ જેથી આ રીતે સરકારના સારા હેતુને ભાંગનારા તત્વો બીજી વખત આવા કૃત્યો કરતા ૧૦૦ વખત વીચાર કરે તેવી માંગ પણ પ્રબુદ્વવર્ગ કરી રહ્યો છે.

ખનીજવિભાગ માટીના સેમ્પલો કેમ ન લે.!

પંચનામુ માત્ર કરીને સંતોષ ન માની લે ખાણખનિજ તંત્ર : જે-તે ઠામમાથી આઠ-દસ જગ્યાએથી માટીના સેમ્પલો લે અને તે માટી તળાવડીની છે કે ડેમની? તેની કરે કરાઈ તો જ આખુ ભોપાળુ આવશે બહાર

ગાંધીધામ : ખાણખનિજ વિભાગની ટુકડી તાબડતોડ ગઈ હતી અને પંચનામુ તો કરી આવી છે પણ હકીકતમાં આ બાબતે જે-તે ઠામમાથી દસથી આઠ જગ્યાએ અલગ અલગથી માટીના સેમ્પલો લેવા જાેઈએ, જેમા ફરીયાદીને પણ સાથે રાખવા જાેઈએ અને પછી તે માટી શિણાય તળાવડીની છે કે ડેમની તેના પણ સેમ્પલો લઈ અને સરખામણીઓ કરવી જાેઈએ. તો જ આખુ પ્રકરણ ખુલી શકે તેમ છે.

બારોબાર ઠરાવ કરી દેનાર તલાટી સામે પણ કેમ ન કરાય લાલઆંખ..?

સરપંચ કહે છે મારી સહી નથી, તો તલાટીએ ઠરાવ-વર્કઓર્ડર ઈસ્યુ કઈ રીતે કર્યો ?

ગાંધીધામ : શિણાય ડેમમાથી ઉપાડાતી માટી ચોરીના કાારસ્તામાં બચવા માટે કરીને શિણાય તળાવડીના દસ્તાવેજાે ઉભા કરાયા હોય તેમ માટીચોર ટોળકી આધારે રજુ કરી રહી છે જેમા સરપંચશ્રી નિવેદનમાં જ કહી ચુકયા છે કે, સહી તેઓએ વર્કઓર્ડરના ઠરાવમાં કરેલી નથી. તો પછી તલાટીના પણ કડક પુછાણા લેવા જાેઈએ કે આ તલાટીએ સરપંચશ્રીની સહી વિના કેવી રીતે આ કામના ઓર્ડર ઈસ્યુ કરી દીધા? કે પછી તલાટીશ્રીની સહી પણ માટી ચોર ગેગ દ્વારા બારોબાર જ કરી લેવામા આવી છે? જાેકે આ તરફ શીણાયના તલાટીનો મતજાણવા ટેલીફોનીક સંપર્ક તેમના ફોનની ઘંટડીઓ રણકતીજ રહી હોવાથી વિફળ નિવળ્યો હતો.