માટીચોરીકાંડ : શિણાયના કડક સરપંચ એકાએક કેમ પાણીમાં બેઠા ?

  • કલમ ૪ર૦ તળે જ કેમ ન નોંધાવી ફરિયાદ ?
    સરપંચની સહીનો ગેરઉપયોગ થયા છતા આજદિવસ સુધી ખાણવિભાગથી ખેાટી સહીના આધારો લેખિતમાં સરપંચશ્રીએ કેમ ન માંગ્યા..? ગામ-સરકારના ભોગે માટીચોરોને છાવરતા તો નથી ને..?

ખાણવિભાગથી મે આધારો માંગ્યા છે પણ મને હજુ સુધી આપ્યા નથી : ગોપાલભાઈ(સરપંચ) : અમારી પાસે લેખિતમાં આજદિન પર્યંત કોઈએ આધારો માંગ્યા જ નથી : ખાણખનિજવિભાગ પૂર્વ કચ્છની સ્પષ્ટવાતથી સરપંચશ્રીની છાની રમતની ઉજાગર થાય છે ચાડી

જો જો ક્યાંક ફરીથી ઉનીયાલ સાહેબ વાળી ન થાય ? :યાદ… કરો કે…સુજલામ સુફલામ યોજનામાં તત્કાલીન ખાણખનીજ અધિકારી અનીલ ઉનીયાલે દરોડો પાડીને કરોડોની રોયલ્ટી ચોરીની કોના પર બોલાવી હતી તવાઈ ? હાલમાં પણ માટીચોર ગેંગ બોગસ દસ્તાવેજો બનાવીને આવી જ કોઈ મુસીબત ઉભી ન કરી દે ?

ગાંધીધામ : શિણાય ડેમમાથી ગેરકાયદેસર માટી ઉપાડનારી ગેંગ પર એક પછી એક ટુકડીઓ ત્રાટકતા માટીચોરીની બેનામી આવકનો સ્વાદ ચાખી ચુકેલી ગેંગ એટલી હદે ફાટીને ફુલેકે ચડી ગઈ કે, ડેમની માટીના પ્રકરણો ઢાંકવા શિણાય સીમની તળાવડીમાથી માટી ઉપાડી હોવાનુ ફલિત કરવા અને દેખાડવા ગામના સરપંચની ખોટી સહીઓ પણ કરી નાખી હોવાનુ ખાણખનિજવિભાગના જ પંચનામામાં બહાર આવવા પામી ગયુ હતુ. પરંતુ શિણાય ગામના સરપંચશ્રી છે કે જેઓ શરૂઆતમાં આક્રમણ દેખાયા હતા પરંતુ હવે આ કેસને ઉજાગર કરવામા તદન પાણીમાં જ બેસી ગયા હોય તેવો તાલ થવા પામી રહ્યો છે.શિણાય ડેમમાથી માટી ઉપાડી તુણા રોડ પર એક શાળાના પાર્કીગ પ્લોટમાં બારોબાર ગેરકાયદેસર રીતે ઠલવાતી હોવાની બાતમીના આધારે ખાણવિભાગે દરોડો પાડયો હતો જે વખતે જમીન માલકી, માટી ઠાલવનાર પાર્ટી, ગામના સરપંચ સહિતનાઓને પંચનામાં સહીઓ સાથે નિવેદનો લીધા હતા અને તે વખતે જ માટી ઠાલવનાર પાર્ટીએ તળાવડીનો વર્કઓર્ડર હોવાનુ દેખાડયુ હતુ જે વર્ક ઓડર્રની સહી અને પંચનામાં કરાયેલી સરપંચની સહી અલગ દેખાતા આખોય મોંડો ફુટી ગયો હતો. જે ઘટનાને આજે સાત દીવસનો સમય વીતી જવા પામી ગયો છે તેમ છતા પણ સરપંચશ્રી ખુદની સહીના ગેરઉપયોગ બાબતે ફોજદારી ફરીયાદ નોધાવવામાં કયાંય સ્ફુતિ દેખાડતા જ ન હોવાનો તાલ સામે આવતો હોવાથી સરપંચની ભૂમિકાઓ પણ અહી શંકાના વમળો ઉભા કરી રહી હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે. વર્ક ઓર્ડર પર સહી કરાઈ છે તે મારી નથી એવુ તો ખુદ સરપંચ ખાણવિભાગના પંચનામામા પણ લખી ચુકયા છે છતા ફરીયાદ કરવા માટે ખાણવિભાગ પાસેથી ખરી નકલો, વર્ક ઓર્ડર સહિતના આધારો લેખિતમાં સરપંચ ન માંગતા અહી સવાલો ખડા થવા પામી રહ્યા છે. સરપંચશ્રીની ખોટી સહી કરાઈ છે તો તેઓ કલમ ૪ર૦ તળે કેમ ફરીયાદ ન નોંધાવી? તે માટે જરૂરી આધારો કેમ ખાણવિભાગથી માંગવામાં સુસ્તી દાખવી રહ્યા છે? આ બાબતે શિણાયના સરપંચ ગોપાલભાઈને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, મે માંગણી કરી છે પણ મને હજુ સુધી ખાણખનિજ વિભાગ દ્વારા આધારો આપવામાં આવ્યા નથી. જો કે, આ તબક્કેથી સરપંચ પાસે ખાણવિભાગથી આધારો માંગ્યાની લેખિત અરજીનો નમુનો માંગવામા આવતા તેઓએ તે બાબતે અસમર્થતા જ દર્શાવી હતી. તો વળી બીજીતરફ ખાણખનિજ વિભાગ પૂર્વ કચ્છને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, અમારી પાસે હજુ સુધી લેખિતમાં કોઈએ પણ આ પ્રકારના આધારો માંગ્યા જ નથી. એકદંરે સરપંચશ્રીની મનસા અહી વિવાદોના વમળમાં ખેરાતી જોવાઈ રહી છે. સરપંચશ્રી હકીકતમાં તેમની બોગસ સહી કરાઈ હોવાનુ માનતા જ હોય તો ફરિયાદ કરવામાં પાછીપાની કરવી ન જોઈએ. વેળાસર વિના વિલબે જે કોઈએ પણ વર્કઓર્ડર પર તેમની સહી ખોટી કરી હોય તેમની સામે ફોજદારી રાહે ફરીયાદ નોધાવી જ ઘટે.
અહીં નોંધવું ઘટે કે, શિણાય ડેમ માંથી કાયદેસર જ્યારે માટી ઉપાડીવાની જ્યારે મંજૂરી આપી ત્યારે ખેડુતો અને ઘામના હીતમાં આ સરપંચશ્રી વિરોધના મોરચે ખડે પગે આગેવાની લીધી હતી હવે તેવોની ખુદની જ સહી બોગસ કરી દેવાઈ છે તેમ છતાં ફરીયાદ કરવા કેમ ઝડપથી નથી આવતા આગળ તે સવાલ સૌને મુંજવી રહ્યો છે.