માઉન્ટ આબુમાં કચ્છના પાંચ જુગારીઓ ઝડપાયા

ભુજ : પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે જુગારીઓની મોસમ પુર બહારમાં ખીલી હોય તેમ કચ્છમાં તો મોટા ભાગે ખેલીઓ જુગાર રમતા ઝડપાય જ છે ત્યારે હવે તો કચ્છના ખેલીઓ માઉન્ટ આબુમાં પણ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા છે.
મળતી વિગતો મુજબ પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં પોલીસને ગુપ્તરાહે મળેલી બાતમીને પગલે શાક માર્કેટની પાસે દરોડા પાડતા કચ્છના કૃષ્ણાભાઈ મેરીયા, રામજીભાઈ મેઘવાળ, ગોપાલભાઈ મેઘવાળ, રાજેશકુમાર મેઘવાળ અને રાણાભાઈ મેઘવાળની ર૦,પ૦૦/-ની રોકડ સાથે ધરપકડ કરી હતી.