માંડવી હત્યા પ્રકરણમાં બે આરોપીના જામીન નામંજુર

માંડવી : માંડવી મચ્છીપીઠ વિસ્તારમાં જાન્યુઆરી માસમાં હત્યા કરાઈ હતી. જેમાં બે મહિલા આરોપીઓ દ્વારા ભુજ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરવામાં આવી હતી. ભુજના નવમાં અધિક સેશન જજની કોર્ટમાં આવેલ રેગ્યુલર જામીન મેળવવાની અરજી નામદાર કોર્ટે ફગાવી આરોપીઓના જામીન નામંજુર કર્યા હતા. બચાવ પક્ષના વકીલે આરોપી પુત્રી જયશ્રીબેન અને કાનબાઈના જામીન માગ્યા હતા.