માંડવી હત્યા કેસના આરોપીઓ જેલ હવાલે

માંડવી : પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તા.ર-૩/૧/૧૮ની રાત્રી દરમ્યાન યુનેન ચાકી (ઉ.વ.ર૪)ની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી મૃતદેહ ફેંકી દેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે જાણવા શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરતા પ્રેમ સંબંધે હત્યા કર્યાનો ઘટસ્ફોટ થતા મનોજ વાલજી મહેશ્વરી તથા તેના મિત્રો નરેશ કલ્યાણ થારૂ અને લક્ષ્મણ ઉર્ફે લચ્છુ શિવજી મહેશ્વરી (રહે. તમામ માંડવી)ની ધરપકડ કરી લીધી હતી. હત્યા બાદ મૃતકની પ્રેમિકા જયશ્રી મહેશ્વરી તથા તેની માતા કાનબાઈએ બનાવ સ્થળે પડેલ લોહી પાણીથી ધોઈ પુરાવાનો નાશ કરતા બન્ને માતા-પુત્રીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે પાલારા જેલમાં મોકલી આપી હતી જ્યારે પ્રથમ પકડાયેલ ત્રણેય આરોપીઓના આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ પાલારા જેલમાં મોકલી આપ્યા હતા.