માંડવી સુધરાઈનું ૬પ.૮૮ કરોડનું બજેટ સર્વાનુમત્તે કરાયું પસાર

પ૪.૭૦ કરોડનો ખર્ચ ઉધારી ૧૧.૧૮ કરોડની પુરાંત સાથેનું બજેટ નવ નિયુક્ત પ્રમુખના અધ્યક્ષ સ્થાને કરાયું રજૂ

(બ્યુરો દ્વારા)માંડવી : ૫ં. શ્યામજી કૃષ્ણ વર્મા ભવન માંડવી નગર સેવા સદનની શ્રી હરિરામ નથુરામ કોઠારી સભાગૃહમાં બજેટલક્ષી ખાસ સામાન્ય સભા નાણાકીય વર્ષના અંતિમ દિને યોજાઈ હતી. જેમાં વર્ષ ર૦ર૧-રરનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું અને તેને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. નવનિયુક્ત પ્રમુખ હેતલબેન સોનેજીની અધ્યક્ષતામાં તેમજ સચિવ પદે ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયેલી સામાન્ય સભામાં કુલ્લ ૬પ.૮૮ કરોડના બજેટને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. માંડવી નગરપાલિકાના નવ નિર્વાચીત પ્રમુખ હેતલબેન સોનેજીની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં વર્ષ ર૦ર૧-રરનું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું. માંડવી સુધરાઈના રજુ કરાયેલા બજેટમાં કુલ્લ ૬પ,૮૮,૬પ,૮૮૬/-ના કદનું અંદાજપત્ર સર્વાનુમત્તે પસાર કરવામાં આવ્યું હતું. જેમાં વાર્ષિક ખર્ચ અંદાજે પ૪,૭૦,૧પ,૦૦૦/- દર્શાવીને કુલ્લ ૧૧,૧૮,પ૦,૮૮૬/-ની પુરાંત દર્શાવવામાં આવી હતી. વર્ષ ર૦ર૦-ર૧ની અંદાજીત પેદાશ ૪૯,પ૧,૬૪,૭પ૦/- તેમજ અંદાજીત ખર્ચ રર,૧૪,૬૧,૭૦૬/- દર્શાવીને આંકડાકીય વિગતો સામાન્ય સભામાં રજુ કરાઈ હતી. માંડવી નગરપાલિકાની ચૂંટાયેલી નવી બોડીમાં ભાજપ ૩૧ અને કોંગ્રેસના પ સભ્યોની હાજરી વચ્ચે રજૂ થયેલા બજેેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. વિપક્ષી સભ્યોની સંખ્યા મર્યાદીત હોવાને કારણે શાંતિપૂર્ણ માહોલમાં સામાન્ય સભા સંપન્ન થઈ હતી.