માંડવી શહેરમાં ગાંધી જયંતિએ સ્વચ્છતા અભિયાન

માંડવી : સ્વચ્છતાનાં આગ્રહી મહાત્મા ગાંધીની પાવનકારી ૧૪૮મી જયંતિએ માંડવી શહેરનાં આઝાદ ચોક ખાતેથી માંડવી નગર સેવા સદન સેનીટેશન વિભાગ તથા માહી દુધ પ્રોડકટ ડેરીની ટીમ દ્વારા ચલાવાયેલા સ્વચ્છતા અભિયાનમાં નગર અધ્યક્ષા સુજાતાબેન ભયાણી, નરેનભાઈ સોની, માહી ડેરી બી.એમ.સી.ઈન્ચાર્જ રાજુભાઈ, સેનીટેશન ચેરમેન મુકેશભાઈ જોષી તેમજ નગરજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.