માંડવી-મુન્દ્રાના ૩૨ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર માંડવી તાલુકાના દુર્ગાપુર ગામની વીછ્છી વાડી વિસ્તારમાં સુરેશ પટ્ટણીના ઘર થી ભીમજી વીરજી પટ્ટણીના ઘર સુધી કુલ-૧૬ ઘરોને ૧૩/૫ સુધી, માંડવી તાલુકાના મોમાયમોરા ગામે કુવા વાડી શેરીના કુલ-૧૫ ઘરોને ૧૩/૫ સુધી, માંડવી તાલુકાના દશરડી ગામના રતનશી ગોવિંદ ચૌધરીના ઘરથી નીકરા કાંતીલાલ પોકારના ઘર સુધી કુલ-૧૨ ઘરોને ૧૩/૫ સુધી, માંડવી તાલુકાના આસરાણીમાં મેઘરાજ આસારીયા સંઘારના ઘરથી દેવજી મેઘજી સંઘારના ઘર સુધી કુલ-૧૩ ઘરોને ૧૩/૫ સુધી, માંડવીના, જોગીવાસ  (સલાયા) વિનોદ અશોક ગઢવીના ઘરથી રાજ જોગીના ઘર સુધી કુલ-૯ ઘરોને ૧૪/૫ સુધી, માંડવીના માતંગ ફળીયો (સલાયા) સંદીપ હેમરાજ ગઢવીના ઘરથી દીપાલી મુલજી માતંગના ઘર સુધી કુલ-૯ ઘરોને ૧૪/૫ સુધી, માંડવી તાલુકાના લુડવા ગામમાં રામજીભાઇ કાનજી ધોળુના ઘરથી રતનશી ગંગદાસ દીવાણીના ઘર સુધી કુલ-૧૨ ઘરોને ૧૪/૫ સુધી, માંડવી તાલુકાના જનકપુર ગામે મહેશ્વરી ફળિયું, હરાજી કારૂ મહેશ્વરીના ઘરથી મંગલ પચાણ મહેશ્વરીના ઘર સુધી કુલ-૧૫ ઘરોને ૧૫/૫ સુધી, માંડવી તાલુકાના સલાયા વિસ્તારમાં ખારવા પાંચાડો, અબુલ હમીદ હાજીઆમદ પઠાણના ઘરથી હલીમા પઠાણના ઘર સુધી કુલ-૧૬ ઘરોને ૧૫/૫ સુધી, માંડવી શહેરના ભુજ ઓકટ્રોય નીતાબેન મહેશ્વરીના ઘરથી મેઘજી મહેશ્વરીના ઘર સુધી કુલ-૧૪ ઘરોને ૧૫/૫ સુધી, માંડવી શહેરના ઉમીયાનગર, જીવરાજ ડી.ગઢવીના ઘરથી વેદિક ગઢવીના ઘર સુધી કુલ-૧૨ ઘરોને ૧૫/૫ સુધી, માંડવીના જુના સ્વામીનારાયણ મંદિર, મોતીલાલ ઠકરના ઘરથી કુડીયા હેમના ઘર સુધી કુલ-૧૧ ઘરોને ૧૧/૫ સુધી, માંડવી શહેરની હવેલી ચોક, જયંતી ગોસ્વામીના ઘરથી તિલક કતારીયાના ઘર સુધી કુલ-૧૩ ઘરોને ૧૧/૫ સુધી, માંડવીના કોટાયા ગામે ગઢવી ફળીયું કાનીયા રતનના ઘરથી ગઢવી વિશ્રામના ઘર સુધી કુલ-૧૨ ઘરોને ૧૧/૫ સુધી, માંડવી તાલુકાના બિદડા ગામમાં સત્યમનગર, જયંતી છભૈયાના ઘરથી કાનજી સંઘારના ઘર સુધી કુલ-૧૧ ઘરોને ૧૧/૫ સુધી, માંડવી તાલુકાના રામપર ગામે રામદેવપીર મંદીર વિસ્તાર રાધા રાબડીયાના ઘરથી વિનોદ વેકરીયાના ઘર સુધી કુલ-૭ ઘરોને ૧૧/૫ સુધી, મુન્દ્રા તાલુકાના બેરાજા ગામે મોટો દરબાર ગઢ, જાડેજા મયુરસિંહ છેલ્લું ઘર ભગીરથસિંહ કુલ-૧૬ ઘરોને ૧૩/૫ સુધી, મુન્દ્રા તાલુકાના બરાયા ગામના જૈનવાસ જેપર નરોતમ છેલ્લું ઘર વાલબાઇ પુનશી કુલ-૨૧ ઘરોને ૧૩/૫ સુધી, મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામે દરબારવાસ, પ્રથમ ઘર બહાદુરસિંહ માનસંજી છેલ્લું ઘર ભૂકેરા ઈકબાલ લતીફભાઇ કુલ-૨૮ ઘરોને ૧૩/૫ સુધી, માંડવી શહેરના આર્શિવાદનગર,કોમલ ઠકકરના ઘરથી ઉદય ગોસ્વામીના ઘર સુધી કુલ-૧૪ ઘરોને ૧૩/૫ સુધી, માંડવી શહેરની ભુતડાવાડી હિતેશ કાનજી ગોહિલના ઘરથી જૈનમ તેજસ ચૌહાણના ઘર સુધી કુલ-૯ ઘરોને ૧૩/૫ સુધી, માંડવી તાલુકાના આસરાણીના મેઘરાજ આસારીયા  સંઘાર થી દેવજી  મેઘજી સંઘાર પ્રાયમરી શાળા સુધીને કુલ-૯ ઘરોને ૧૩/૫ સુધી, માંડવી તાલુકાના મોમાયમોરા ગામે અનીલ હંસરાજ જબુયાણીથી મણીલાલ ગોવીંદ જબુયાણી કુવા વાડી શેરી કુલ-૧૨ ઘરોને ૧૩/૫ સુધી, માંડવી તાલુકાના મોમાયમોરા ગામે જેન્તી ભાનજી જબુયાનીથી રમેશ દેવશી જબુયાણીના ઘર સુધી હનુમાન શેરી કુલ-૧૧ ઘરોને તા.૧૩/૫ સુધી, માંડવી તાલુકાના મોટા લાયજા ગામે ગઢવી કરમશીના ઘરથી જખરાજ નાગાજણ ગઢવીના ઘર સુધી કુલ-૯ ઘરોને તા.૧૨/૫ સુધી, માંડવી તાલુકાના મોટા લાયજાના નરેન્દ્રભાઇ મકવાણના ઘરથી પ્રજાપતિ પ્રફુલભાઇના ઘર સુધી, સનાતનનગર કુલ-૧૧ તા.૧૨/૫ સુધી, માંડવી તાલુકાના મોટા લાયજાના મહેશ્વરી કારા સવા નાયર થી મહેશ્વરી કરસન દેરાજના ઘર સુધી મહેશ્વરીવાસ કુલ-૧૨ ઘરોને તા.૧૨/૫ સુધી, માંડવી તાલુકાના નાના લાયજાના ગઢવી શીવરાજ મુરૂના ઘરથી મહેશ કાનજી ગઢવીના ઘર સુધી વાડી વિસ્તાર કુલ-૯ ઘરોને તા.૧૨/૫ સુધી, માંડવી તાલુકાના બાડા ગામના કોલીવાસ, ફકીરા જુમા કોલીના ઘરથી ઈસ્માઇલ સઠીયાના ઘર સુધી કુલ-૧૧ ઘરોને તા.૧૨/૫ સુધી, માંડવી તાલુકાના ભીસરા ગામે રવજી કારા મહેશ્વરીના ઘરથી પુંશી હરી ગઢવીના ઘર સુધી મફતનગર, કુલ-૧૦ ઘરોને તા.૧૨/૫ સુધી, માંડવી તાલુકાના ભાડા ગામે દેવાંઘ નારણ ગઢવીના ઘરથી નાગાજણ નારાણના ઘર સુધી કુલ-૮ ઘરોને તા.૧૨/૫ સુધી, માંડવી શહેરના હાઉસીંગબોર્ડ, ચારણ બોર્ડિગની સામે, લક્ષ્મીબેન મહેન્દ્ર વસાવાના ઘરથી વૃંદા ગઢવીના ઘર સુધી કુલ-૮ ઘરોને તા.૧૫/૫ સુધી, માંડવી શહેરના નિત્યાનંદ બાબાવાડી, કમલેશ બી.શાહના ઘરથી નર્મદાબેન ગોસ્વામીના ઘર સુધી કુલ-૧૧ ઘરોને તા.૧૨/૫ સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું મુન્દ્રા-કચ્છ સબ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી કે.જી.ચૌધરી દ્વારા ફરમાવેલ છે.