માંડવી-મુંદરા વિધાનસભાના તમામ વિસ્તારોમાં પ્રચાર પ્રવાસ પૂર્ણ કરતા ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી

મુંદરા : માંડવી-મુંદરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાને જવલંત વિજય અપાવવા માટે ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીએ માંડવી-મુંદરા તાલુકાના ગામો હંટડી, ભદ્રેશ્વર, મોખા, છસરા, લુણી, ગુંદાલા, રતાડીયા, ટોડા, લાખાપર, વિરાણીયા, કુંદરોડી, વાંકી પત્રી, વડાલા, ગોયરસમા, બારોઈ, મુંદરા શહેર, મોટા કપાયા, સમાઘોઘા, કારોઘોઘા, ભુજપુર, રામાટંગીયા, બેરાજાના પ્રવાસ સંપૂર્ણ કરેલ છે. આ પ્રવાસ દરમ્યાન ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી સાથે પ્રદેશ અ.જા મોરચના માજી કારોબારી સભ્ય અશોક મહેશ્વરી, તાલુકા અ.જા. મોરચાના પ્રમુખ દેવશી પાતારીયા, મહામંત્રી ગોવિંદ ધુઆ, જીલ્લા મોરચાના મંત્રી રાજેશ સોધમ, મુંદરા મહેશ્વરી સમાજના પ્રમુખ મગન ધુઆ, મોરચાના ઉપપ્રમુખ મેઘજી સોધમ, ઉપપ્રમુખો ભવાન રોશીયા, સામજી નીંજાણ, મુળજી વિજાંડા, વિશ્રામ ભરાડીયા, પપન ચુંઈયા, મંત્રીઓ કીરણ ધુઆ, હેંમત મહેશ્વરી, દામજીભાઈ ધેડા, નિતિન દાફડા, પરેશ આયડી, ડાયા ગોહિલ, જયંતિ મહેશ્વરી, રમેશ મહેશ્વરી, કલ્યાજી સોધમ, ભરત ડોરૂ, અશોક સોધમ, પ્રીતીબેન મહેશ્વરી, આશાબેન મહેશ્વરી, આલારામ સોંધરા, વિનોદભાઈ કટુઆ, નારણ બડીયા, પ્રવિણ ધુઆ, સામત ધેડા, અ.જાની મહિલાઓ દેવલબેન સીજુ, દેવલબેન ધુઆ, રતનબેન મારાજ, દેવીબાઈ મારાજ, મુંદરા કોલી સમાજના પ્રમુખ ધના સવા કોલી, બારોઈના સરપંચ જીવણજી જાડેજા, ઉપસરપંચ ભોજરાજ ગઢવી, અશ્વિન ગોર, કમલેશ ફફલ, તથા અ.જાતીના આગેવાનો સમાજના હોદેદારો સાથો જાડાયેલ હતા. આ પ્રવાસ દરમ્યાન તાલુકાના તમામ સમાનો સાથે દલીત સમાજના આગેવાનોઓ પણ ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાને મત આપી વિજય અપાવવા માટેની ખાત્રી આપી હતી.