માંડવી-મુંદરા બેઠક પર શિવસેનાની મહત્વની ભૂમિકા રહેશે

મુન્દ્રા : ગુજરાત વિધાનસભાના મતદાન માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષો એડી-ચોટીની દમ લગાડી જીત મેળવવા સ્ટાર પ્રચારકોને લોકો સમક્ષ લઈ આવે છે. ત્યારે માંડવી-મુંદરા વિધાનસભા બેઠ પર શિવસેનાની એન્ટ્રી ભાજપ માટે ‘મત તોડવા’ નિમિત બનશે તેવું લાગે છે. શિવસેનાના યુવા સક્ષમ અને લોકપ્રિય ઉમેદવાર જયેશભાઈ વોરા માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક દુકાનદાર-રહેણાક વિસ્તારોમાં ‘હર ઘર મે ભંગવા છાયેગા રામ રાજ ફીર આયેગા’ના નારાથી મુંદરા ગાંજી ઉઠ્યો. બારોઈ-મુંદરા ચાયનાગેટ, આદર્શ ટાવર, એસ.ટી., મહેશનગર, બારોઈ સોસાયટીમાં ભવ્ય પ્રતિસાદ શિવસેનાને મળી રહ્યો છે. આ બાબતે ઉમેદવારે જયેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં શિવસેના મહત્વની ભૂમિકા ભજવશે.