માંડવી-મુંદરા પંથકમાં ઉદ્યોગો હોવા છતા યુવાનોને રોજગારી માટે જ્યાં ત્યાં ફાંફા મારવા પડે છે

માંડવી : માંડવી-મુંદરા વિધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલે માંડવી શહેરના વિવિધ વિસ્તારો જેવા કે ગોકુલવાસ, રામેશ્વર ચોક, હજીરા વિસ્તાર, અયોધ્યાનગર જેવા વિસ્તારમાં જઈ જનસંપર્ક કર્યો હતો. ઉમેદવાર શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે આ વિધાનસભા વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે. લોકો મોંઘવારીથી હેરાન પરેશાન છે ત્યારે ભાજપની ભ્રષ્ટાચારી સરકારના રાજમાં લોકો તોબા પોકારી ઉઠ્યા છે.
આજે આ વિસ્તારના રસ્તા એટલે જાણે મગરમચ્છની પીઠ હોય તે સમાન ઉપરાંત આ વિસ્તારમાં કંપનીઓ હોવા છતા સ્થાનિક યુવાનોને પુરતી રોજગારી પણ મળતી નથી, આવનારા દિવસોમાં કોંગ્રેસ સરકાર આવે તેવું જનતા જનાર્દન ઈચ્છી રહી છે. પ્રજાને વેઠવી પડતી મુશ્કેલીઓ, સમસ્યાઓને કોંગ્રેસની સરકાર યોગ્ય ન્યાય આપશે તેવી ખાતરી સાથે કોંગ્રેસ તરફી મતદાન કરવા આહવાન કર્યું હતું. આ લોકસંપર્ક કાર્યક્રમમાં વિજયભાઈ ગઢવી, ગંગાબેન સેંઘાણી, દશરથસિંહ જાડેજા, કલ્પનાબેન જોષી, કાન્તીભાઈ પટેલ, અલીમામદ ધાંચી, ચંદાબેન મહેશ્વરી, લાલજીભાઈ પટેલ, રફીકભાઈ શેખ, હાજી આદમભાઈ થૈમ, રસીકભાઈ દોશી, બાબુભાઈ સીજુ, પુનીતભાઈ જોષી, વિશાલભાઈ સાધુ, પુનશીભાઈ ગઢવી, નારાણભાઈ ગઢવી, પ્રવિણસિંહ જાડેજા, ડોલીબેન જોષી, અલ્પાબેન પટેલ, અમરબેન હાલાઈ, સવિતાબેન સોલંકી વિગેરે સાથે રહ્યા હતા.