માંડવી બેઠક પર કેસરીયો જ લહેરાશે : રમેશ મહેશ્વરી

ગાંધીધામના ધારાસભ્યએ માંડવી-મુંદરા બેઠકના ગામોમાં કર્યો લોકસંપર્ક ઃ જનસંપર્ક કાર્યક્રમમાં ભાજપના મોભીઓને અભુતપૂર્વ આવકાર ઃ માંડવી બેઠક પર ભાજપ તરફી માહોલ જાવા મળ્યો હોવાનો ભાજપ આગેવાનોનો વિશ્વાસ

 

માંડવી : વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના આજે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે માંડવી બેઠકના ગામોમાં ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીએ લોકસંપર્ક કરી મતદારોને ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાની તરફેણમાં જંગી મતદાન કરવા અપીલ કરી હતી.
નાની ખાખર, બિદડા, તલવાણા, કોડાય અને રાયણ ખાતે લોકસંપર્ક માટે પહોંચેલા ભાજપના આગેવાનોને લોકોએ બહોળો આવકાર આપ્યો હતો. ગામના આગેવાનોએ કચ્છી પરંપરા અનુસાર લોકસંપર્ક માટે આવેલા ભાજપના મહેમાનોને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ વિશ્વાસ વ્યકત કરતા જણાવ્યું હતું કે, માંડવી બેઠકના તમામ વિસ્તારોમાં ભાજપ તરફી માહોલ જાવા મળી રહ્યો છે ત્યારે માંડવીની બેઠક પર ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજા મોટી લીડ મેળવી વિજયી થશે.
આ પ્રસંગે કચ્છ જિલ્લા અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ સામત મહેશ્વરી, જિ.પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ મહેશ્વરી, તાલુકા પંચાયત સભ્ય કેશવજી રોશિયા, જિલ્લા પંચાયતના માજી સભ્ય ધનજી મહેશ્વરી, તાલુકા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ પ્રેમકુમાર ખાંખલા, મહામંત્રી મગન સીંચણીયા, માંડવી શહેર અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ શંકરભાઈ જુવડ, મહામંત્રી વેરશી ગરવા, વિવિધ ગામના સરપંચો, વિવિધ સમાજના આગેવાનો સાથે જાડાયા હતા. મધ્યાહન બાદ રમશે મહેશ્વરી સહિત ભાજપના આગેવાનો નવાવાસ, ભારાપર, મેરાઉ, ગોધરા, લાયજા, ઉનડોઠ અને માંડવી શહેર જવા રવાના થયા હતા.