માંડવી દારૂ કેસનો ભાગેડુ પકડાયો

માંડવી : દારૂના કેસમાં નાસતા ભાગતા આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંડવી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુન્હા રજીસ્ટર નંબર પ૦૪૪/૧૮ પ્રોહી કલમ ૬પ(ઈ), ૮૧, ૯૮(ર)ના કામે નાસતા ભાગતા આરોપી માણેક લધા ગઢવી (રહે. મુળ વવાર તા.મુન્દ્રા હાલે મોટા ભાડિયા તા.માંડવી)ને માંડવી પીઆઈ એમ.આર. ગામેતીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.કે. ગઢવી તથા સ્ટાફના સિધ્ધરાજસિંહ ઝાલા, જશરાજ ગઢવીએ નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો.