માંડવી તાલુકા પંચાયતનો વર્ષ ર૦૧૮-૧૯નો અંદાજપત્ર રજુ કરાયું

કારોબારી ચેરમેન રાણશીભાઈ ગઢવીએ માંડવી વિધાનસભામાં કમળ ખિલવવા બદલ તમામ સદસ્યોનો આભાર વ્યકત કર્યો : તા.વિ. અધિકારીનો ચાર્જ સંભાળતા કે.ટી. જાનીને આવકાર અપાયો

 

માંડવી : વર્ષ ર૦૧૮ની પ્રથમ માંડવી તાલુકા પંચાયતની કારોબારી બેઠકમાં વર્ષ ર૦૧૭-૧૮નો સુધારેલ અંદાજપત્ર અને વર્ષ ર૦૧૮-૧૯નો અંદાજપત્ર રજુ કરાયું હતું અને જે અવલોકન અર્થે જિલ્લા પંચાયત ખાતે મોકલવામાં આવશે જેનો ઠરાવ પસાર કરાયો હતો. કારોબારી ચેરમેન રાણશીભાઈ ગઢવીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં મનરેગાના કામ માટે લેબર બજેટને રૂા.૬ર લાખની બહાલી અપાઈ હતી. તેમજ વર્ષ ર૦૧૮-૧૯ માટે મેજ ડાયરી બનાવવાની મંજુરી અપાઈ હતી. રાણશીભાઈ ગઢવીએ ગત વિધાનસભા ચૂંટણીમાં માંડવી શહેર ઉપરથી વિરેન્દ્રસિંહ જાડેજાને જંગી બહુમતીથી વિજયી બનાવવામાં સહભાગી તમામ તાલુકા પંચાયતના સદસ્યોનો આભાર વ્યકત કર્યો હતો. તેમજ તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ સંભાળતા કે.ટી. જાનીને આવકાર આપ્યો હતો. આ મિટીંગમાં પુનશીભાઈ ગઢવી, કેશવજી રોશિયા, સાવિત્રીબેન જબુઆણી, અવનીબેન ભગત, ગોવિંદગર બાવાજી, ડી.બી. વ્યાસ, દિનેશ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. બજેટનું વાંચન નાયબ હિસાબનીશ એચ.એલ. ગોસ્વામીએ કર્યું હતું.