માંડવી તાલુકાના મસ્કા ખાતે ઐતિહાસિક વિરાટ યુવા સંમેલન યોજાયું

માંડવી તાલુકા અને શહેર યુવા ભાજપ દ્વારા સુંદર આયોજન કરાયું : મસ્કા એંકરવાલા હોસ્પિટલ મેદાન યુવા સંખ્યાથી ટુંકુ પડ્યું

માંડવી : મસ્કા એંકરવાલા હોસ્પિટલના મેદાનમાં મહા અને વિરાટ યુવા સંમેલન યોજવામાં આવેલ હતું જેમાં બહોળી અને ઐતિહાસિક સંખ્યા સાથે યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને ધારાસભ્ય તારાચંદભાઈ છેડા તથા જાણીતા ઉદ્યોગપતિ દામજીભાઈ એંકરવાલાએ દિપપ્રાગટ્ય વડે ખુલ્લું મુકયું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ પદે આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય તારાચંદભાઈ છેડા રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જુના જનસંધીઓ એવા પ્રેમજીભાઈ નાથાણી, ભગવાનજીભાઈ ચંદયા, મોતીલાલભાઈ નાથાણી, હિરાલાલભાઈ પટેલ, વિરજીભાઈ ચંદયા, હસણભાઈ મુસા, મંગલદાસ ઠક્કર, ભાઈલાલભાઈ મોતા, નારાણજીભાઈ નાકર, સાજણભાઈ ગઢવીનું સન્માન તારાચંદભાઈ છેડા તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ હતું.
બાદ મસ્કા આર્ય મોતાએ નરેન્દ્રભાઈ મોદીની આગવી શૈલીમાં પોતાનો વકતવ્ય આપી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા તેમજ આ કાર્યક્રમ દરમ્યાન અપક્ષ ઉમેદવાર વસંત મારાજ (પનુ), સબીરભાઈ સુમરા-ઉપસરપંચ ઢીંઢ, જીતુ મારાજ, વીરમ ગઢવી, વિમલ ગોર, કરનસપુરી, હિરેન ગોર, હિતેશ સેંઘાણી, ગઢવી લખમણ-ભાડીયા, નાની-મોટી ઉનડોઠ, પદમપુર, ગુંદીયાલી, શેખાઈબાગ, ફરાદી, બિદડાના આગેવાનોના નેતૃત્વમાં ર૧૦ જેટલા યુવાનાનો વિધિવત રીતે ભાજપની ખેસ પહેરી ભાજપ પક્ષમાં જાડાયા હતા. આ પ્રસંગે દિલેર દાતા એવા દામજીભાઈ એંકરવાલાએ જણાવ્યું હતું કે, આદરણીય નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકાર દ્વારા સમગ્ર દેશમાં ખુબ જ સારા સુશાસન દ્વારા વિકાસના અવિરત કામો થઈ રહ્યા છે ત્યારે વિપક્ષ દ્વારા કિચણ ઉછાળવામાં જે આવે છે એજ કિચણથી સમગ્ર કચ્છમાં છએ છ બેઠક પર કમળ સોળે કળાએ ખીલશે અને સમગ્ર ગુજરાતમાં ભાજપની સરકાર બનશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યકત કર્યો હતો. તારાચંદભાઈ છેડાએ પોતાની આગવી શૈલીમાં પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન વિકાસના અગણિત કાર્યો કર્યા છે જેના આધારે યુવાનોને બહોળી સંખ્યામાં મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને જવલંત વિજય અપાવવા અપીલ કરી હતી.
પાંચ વર્ષ દરમ્યાન કરેલા કામોના હિસાબ પ્રજા પાસે પત્રિકા રૂપે રજુ કર્યા હતા અને વિશ્વાસ વ્યકત કર્યો હતો કે કચ્છની છએ છ બેઠક પર કમળ ખીલશે. ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા સુપુત્ર કુલદીપસિંહ જાડેજાએ સર્વ ધર્મ સંભાવ સૂત્રને વળગી દરેક સમાજને સાથે રાખી નરેન્દ્રભાઈ મોદીના સુત્ર સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરી છેવાડાના નાનામાં નાના માનવી સુધી મદદરૂપ થવાની ખાતરી આપી હતી. રાહુલભાઈ ગોરે વિશાળ અને ઐતિહાસિક મહાસંમેલનમાં ઉપÂસ્થત યુવાધનને આવકાર સાથે અભિનંદન પાઠવી રાષ્ટ્રવાદી વિચારધારાને વળગી ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવવા માટે અપીલ કરેલ હતી.
આ કાર્યક્રમમાં અરવિંદભાઈ ગોહિલ, રાણશીભાઈ ગઢવી, સુજાતાબેન ભાયાણી, કોમલ છેડા, ડો. કૌશિક શાહ, નરેશ મહેશ્વરી, અરવિંદ મોતા, વિકાસ રાણા, શીવજીભાઈ સંઘાર, સુરેશ જાષી, ફકીરમામદ થેબા, વરજાંગ ગઢવી, કિશોર ગઢવી, પુનશી ગઢવી, સામરા ગઢવી, ભારૂ ગઢવી, શિલ્પાબેન નાથાણી, પ્રવિણ પટેલ, પ્રધ્યુમનસિંહ જાડેજા, વિરમ ગઢવી, વાલજી સંઘાર તથા સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, બાવીશ ગામોના સરપંચઓ ઉપÂસ્થત રહ્યા હતા. સુંદર આયોજન બદલ તારાચંદભાઈ છેડાએ તાલુકા-શહેરના યુવા પ્રમુખો કીર્તિ ગોર તથા દર્શન ગોસ્વામી તથા સંપૂર્ણ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સંચાલન કીર્તિભાઈ ગોર તથા આભારવિધિ દર્શનભાઈ ગોસ્વામીએ કરી હતી.