માંડવી તાલુકાના પીપરી ગામે રૂ.૬ કરોડના લોકાર્પણ અને ભૂમિપુજનના કાર્યક્રમ યોજાયા

પીપરી ગામે ૬૬ કે.વી.સબ સ્ટેશનનું ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહના હસ્તે લોકાર્પણ કરાયું : વિવિધ વિકાસ કામો માટે કાર્ય કરવા સરકાર કટિબધ્ધ છે : ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. દ્વારા રૂ.૪૦૩ લાખના ખર્ચે નિર્મિત ૬૬ કે.વી.સબસ્ટેશનનું લોકાર્પણ આજરોજ માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

રૂ.૪૦૩ લાખના ખર્ચે નવનિર્મિત ૬૬ કે.વી. પીપરી સબસ્ટેશનનું લોકાર્પણ કરતાં ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આનાથી પીપરી ગામે અન્ય ૬ ગામો અને આસપાસના વિસ્તારોમાં પુરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહેશે. વિવિધ યોજનાઓ દ્વારા સરકાર વિવિધ વિકાસ કામો કરવા સરકાર કટિબધ્ધ છે.

ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ ગામની સુવિધામાં એક પીછું ઉમેરાયાનું જણાવી કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા વિકાસના કામોમાં કયાંય કચાસ રાખવામાં નહીં આવેલ તેવી ખાતરી આપતાં પીપરી મધ્યે સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ રૂ.૬ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ભૂમિપૂજન કરવામાં આવેલ છે તેમ જણાવ્યું હતું.

માંડવી તાલુકાના પંચાયત ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ પ્રસંગોચિત ઉદબોધન કરી ગામનું કોઇપણ કામ હોય તો ઉપસ્થિતોને જાણ કરવા અપીલ કરી હતી. ધારાસભ્યશ્રી દ્વારા દરેક કામનો હકારાત્મક અમલ થઇ રહયાને આજનાં રૂ.૬ કરોડના વિકાસ કામો તેની સાક્ષી પુરે છે તેવું જણાવ્યું હતું. માંડવી તાલુકા અગ્રણી સુરેશભાઇ સંગારે વરસાદ જેવી સ્થિતિમાં પણ સરકારની વિકાસ યાત્રા અવિરતપણે ચાલુ રહયાનું જણાવી છેલ્લા ત્રણ વર્ષથી જીઈબીના પ્રશ્નો નિવારવા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ અથાગ પ્રયત્નો કર્યા છે. આજે વરસાદ ચાલુ છે છતાં બિદડા જેવા ગામમાં પાવર સપ્લાય અવિરત ચાલુ છે એજ રીતે ખેડૂતોને કોઇ તકલીફ ન પડે તે માટે સરકાર કાર્ય કરવા કટિબધ્ધ છે. આ તકે વિરેન્દ્રસિંહ જાડેજાનું સન્માન સરપંચ રતનબેન, વાલજીભાઇ, લક્ષ્મીચંદભાઇ વગેરે મોમેન્ટો, શાલ, માળાથી કરવામાં આવ્યું હતું. પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઈજનેરશ્રી ગરવાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર ડી.બી.વામજા, પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર અશોક ગરવા, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઇ મહેશ્વરી, માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, એપીએમસી. ચેરમેન પ્રવિણભાઇ વેલાણી, શાસકપક્ષના નેતા દેવાંગભાઇ ગઢવી, જિલ્લા પંચાયત સદસ્ય વીરમભાઇ ગઢવી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવી, વિક્રમસિંહ જાડેજા, ઓસમાણભાઇ લંગા, ધમેન્દ્રભાઇ જેસર, ઝવેરબેન ચાવડા, (સા.ન્યાય સમિતિ ચેરપર્સન) વાલાભાઇ આહિર, હરજીભાઇ તથા મુળ રાજુભાઇ ગઢવી, શીવજીભાઇ સંગાર અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.