માંડવી જૈન આશ્રમ બળાત્કાર સંદર્ભે એસ.પી.એ લીધી મુલાકાત

 

માંડવી : માંડવીના જૈન આશ્રમમાં ૪૮ વર્ષિય માનસિક અસ્વસ્થ અને પ્રજ્ઞાચક્ષુ મહિલા સાથે દુષ્કર્મ બાદ માંડવીના ધારાસભ્ય અને પશ્ચિમ કચ્છ એસપી ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથે જ ડીવાયએસપી અને માંડવી પોલીસ મથકો કાફલો પણ ઘટના સ્થળે પહોંચીને તપાસમાં લાગ્યો છે. મહિલાને હાલ ભુજની જી કે જનરલ  હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.  આ ઘટનામાં બળાત્કારની ફરિયાદ નોંધાઈ ગઈ છે. પરંતુ મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ મહિલા સાથે શું બન્યું તેનુ નિષ્કર્શ સામે આવી શકશે. માંડવીના ધારાસભ્ય તારાચંદ છેડાએ આજે જૈન આશ્રમની મુલાકાત લીધી હતી. અને ટ્રસ્ટીઓ સાથે ઘટના સંબંધિત વાતચીત કરી હતી.  પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણે પણ ઘટના સ્થળની મુલાકાત લઈને આરોપીને તાત્કાલિક ઝડપી પાડવામા આવશે તેવું જણાવ્યું હતું. ધારાસભ્ય તારાચંદ છેડાએ જણાવ્યું હતું કે, માંડવી પોલીસ આરોપીને ઝડપી પાડવા તમામ પ્રયાસો કરી રહી છે. અને એકથી બે દિવસમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવશે. સાથે જ આ ઘટનાને ગંભીર ઘટના પણ ગણાવી હતી. ત્યારે હવે આ સમગ્ર મામલે મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. પરંતુ ઘટના સ્થળેથી વિર્યના કોઈપણ નમૂના મળ્યા નથી.
ઉપરાંત લોહી પણ વધુ માત્રામાં રૂમમાં ફેલાયેલો જોવા મળ્યો હતો. ત્યારે મેડિકલ
રિપોર્ટ આવ્યા બાદ જ મહિલા સાથે કેવું કૃત્ય થયું હતું, તે સ્પષ્ટ થઈ શકશે. અને ત્યાર બાદ જ આ કેસની નવી કડીઓ ખુલે તેવી સંભાવનાઓ છે.