માંડવી જૈન આશ્રમમાં હેવાનીયતકાંડમાં ભેદભરમ

સીસીટીવી કેમેરા, છ-છ ચોકીદારોની નિયુકિત ધરાવતા ધાર્મિક ઠામમાં દુષ્કર્મ જેવી ઘટનાને કોઈ બારાતુ શખ્સ કેવી રીતે આપી શકે છે અંજામ? : સવામણનો સવાલઃ કોઈ જાણભેદુ..અથવા આશ્રમના ભુગોળથી પરીચીત કે પછી અંદર નો જ કોઈ શખ્સ સંડોવાયેલો કે મદદગાર હોવાની દર્શાતી વકી

 

ગાંધીધામ : એકતરફ દેશભરમાં સશકિતકરણના દાવાઓ કરવામા આવી રહ્યા છે અને બીજીતરફ સાધ્વી અને તે પણ પ્રજ્ઞાચક્ષુ સાધ્વીની સાથે હેવાનીયતભર્યુ કૃત્યુ આચરવામા આવી રહ્યુ છે. માંડવીના જૈન આશ્રમમાં પ્રજ્ઞાચક્ષુ સાધ્વીની સાથે તાજેતરમાં જ દુષ્કર્મની ઘટના સત્તાવાર રીતે બહાર આવવા પામી રહી છે. ભદ્રસમાજ-સમુદાયને કપાળે કાળી ટીલ્લી સમાન અ ઘટના હેવાનીયત ભર્યુ કૃત્ય જ કહી શકાય તેમ છે.
જૈન આશ્રમમાં વિવિધ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાઓ હોવા છતા પણ દુષ્કર્મ આચરનારો શખ્સ છેટ દિવ્યાંગ સાધ્વીજી સુધી પહોંચી જ કેવી રીતે ગયો? શું આ આશ્રમમાં કોઈ જ મોનીટરીંગ વ્વયસ્થાઓ ન હતી? અહી કોઈ જમેનેજર નથી? કોઈ જ સલામતીતંત્રો નથી? જા છે તો આ શખ્સને કેમ અટકાવાયો નહી? જા તમામ સલામતી વ્યવસ્થાઓ પછી પણ હેવાનીય આચરનારો શખ્સ અથવા શખ્સો હવસભર્યા કૃત્યુને અંજામ આપી ગયા હોય તો પછી આશ્રમના સંચાલકો અને જવાબદારોની જે આ પ્રકરણમાં લાપરવાહી કેમ ફીટ ન કરાય તેવો બળાપો પણ આક્રોશ અને ગુસ્સા સાથે આતંરીક રીતે ઉઠવા પામી રહ્યો છે. ખુદ પોલીસ તપાસનીશ દ્વારા પ્રાથમિક તપાસ બાદ જે તારણ રજુ કરવામા આવ્યુ છે તેની વાત કરીએ તો દુષ્કર્મ આચરનારો શખ્સ આશ્રમના પાછળના ભાગેથી આવ્યો હોઈ શકે છે. પોલીસે સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા જેમા માત્ર આગળના ભાગના જ ફુટેજ મળ્યા છે. પાછળ સીસીટીવી કેમેરા લાગેલા જ નથી અહી પાછળ પડતર જમીન ઉપરાંત ખેતરો પણ છે. વળી આ પ્રકારનો એમ.ઓ. અહી પ્રથમ વખજ જાવા મળી રહ્યો છે. એટલે કયાંકને કયાંક આ ઘટનાને અંજામ આપવામાં જાણભેદુનો હાથ છે અથવા તો પછી આશ્રમના કોઈ અંદરના સકળાયેલા શખ્સની મદદગારી તો ઘટનાને અંજામ આી દેવાયો છે. વધુમાં જૈન આરમમા જયા હેવાનિયતભરી ઘટના ઘટી છે તેની સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો સંસ્થામાં ત્રણ ચોકીદાર છે. જે મોટેભાગે આગળના ગેટ તરફ રાઉન્ડ લગાવતા હોય છે. દર બે કલાકે પાછળની બાજુ ચકકર લગાવે છે. અ ઘટના ઘટી તેમાં સંસ્થાના જવાબદારો અને ચોકીદારની બેદરકારી કેમ ફીટ ન કરી શકાય? કારણ કે અંદર પ્રવેશેલા શખ્સ પાછળના ભાગેથી આવ્યો હોવાનુ અનુમાન છે. તો પાછળના ભાગે કેમ સીસીટીવી કેમેરા લગાવાયા ન હતા?