માંડવી ઘટક ૧ તેમજ ઘટક ૨ માં પોષણ પખવાડિયા અંતગર્ત આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ પ્રવૃતિ કરવામાં આવી

માંડવી ઘટક-1 ના 103 આંગણવાડી કેન્દ્રોમાં તેમજ માંડવી ઘટક ૧૩૦ આંગણવાડી કેન્દ્રોમાં સહી પોષણ દેશ રોશન સૂત્રો ને સાકર કરવા સરકારશ્રી દ્વારા આયોજિત પોષણ પખવાડિયા અંતર્ગત તા.૧૬-૩-૨૧ થી તા.૩૧-૩-૨૧ સુધીમાં પ્રોગ્રામ ઓફિસર શ્રી ઇરાબેન ચૌહાણ તથા સીડીપીઓ શ્રી હંસાબેન પટેલ અને શ્રી તરૂણાબેન નાકરના માર્ગદર્શન હેઠળ ૧03 તેમજ ૧૩૦ આંગણવાડી કક્ષાએ વિવિધ પ્રવૃતિ દ્વારા પોષણ વીશે માહિતી આપવામાં આવી.જેની અંદર પોષણ આપતા વૃક્ષોનું વૃક્ષા રોપણ, કુપોષિત બાળકો ની ઓળખ તેમજ કેમ કુપોષિત બાળક ને કુપોષિત સ્થિતિથી બારે લાવવો તેના વિષે લાભાર્થીઓ ને માહિતગાર કરવામાં આવ્યા. વૃક્ષો રોપ્યા પછી તેની સારસંભાળ વર્કરબેને જવાબદારી સ્વરૂપ લીધી, તેમજ આજ ના વ્યસત જીવન માથી થોડો ટીમે યોગ માટે કાઢવાનું તેમજ યોગ થી થતાં ફાયદા વિષે સમજ આપવામાં આવી. આ.વા. કેન્દ્રો પર પોષણ વાટિકા ની સ્થાપના કરવામાં આવી તેમજ પહેલા 1000 દિવસ, એનેમિયા, ઝાડા, તેમજ આયુષ એપ્લિકેશન વિષે પર ચર્ચા વિચારણા સાથે સમજ આપવામાં આવી તેમજ ઉપલબ્ધ ખાધ સામગ્રી પરથી વિવિધ વાનગી બનાવી વાનગી હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોષણ પખવાડિયા ના ભાગ રૂપે જ આ.વા. કેન્દ્રો ની સફાઈ તેમજ આજુ બાજુ ના વિસ્તાર ની સફાઈ ઝુંબેશ વર્કર તેમજ હેલ્પરે લીધી હતી. વર્કર બેન તેમજ ગ્રામજનો ના સહયોગ થી રેલી નું આયોજન કરવામાં આવ્યો હતું. જેની અંદર પોષણ ને લગતા સૂત્રો નો પ્રચાર કરવામાં આવ્યું હતું. હાલની પરિસ્થિતી ધ્યાને લઈ સેનિટાઇઝર વિષે સમજ આપવામાં આવી હતી.

        આવી રીતે પોષણ પખવાડિયા અંતર્ગત પોષણ ને લગતી વિવિધ પ્રવૃતિ તેમજ લોકોને પોષણ વિષે માહિતગાર કરવામાં આવ્યા. તમામ કાર્યક્રમ કોવિડ 19 ની ગાઈડલાઇનને ધ્યાને લઈ કરવામાં આવ્યો હતો.