માંડવી ખાતે માંડવી મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને અન્ન દિવસનું આયોજન કરાયું

આજરોજ માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની પ્રવર્તમાન રાજ્ય સરકારનો ૫ વર્ષ યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે ૩જી ઓગેસ્ટ ૨૦૨૧ ના અન્ન દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે માંડવી ખાતે માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ઉદઘોષણાનું લાઇવ પ્રસારણ કાર્યક્રમમાં માંડવી નગર પાલિકા ખાતે માંડવી મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતી લાભાર્થીઓને અનાજ-કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે  નગરપાલિકા ઉપ પ્રમુખશ્રી પ્રેમજીભાઇ કેરાઈ, કારોબારી ચેરમેન શ્રીમતી જિગનાબેન હોદરવાળા, પૂવ પ્રમુખશ્રી મેહુલભાઈ શાહ, મહામંત્રીશ્રી કમલેશભાઈ ગઢવી, સામતસિંહ સોઢા,વાડીલાલભાઈ દોશી,મિતેષ મહેતા,માલતીબેન લાલન, પ્રાંત  ઓફીસર શ્રી ચોધરી, મામલતદારશ્રી મારુ, ટી.ડી.ઓ.શ્રી ગોહિલ, માંડવી નગર પાલિકા ચીફ ઓફિસરશ્રી રાડીયા તથા નગર પાલિકાના હોદ્દેદારો, સદસ્યશ્રીઓ, પાર્ટીના હોદેદારો, વેપારીઓ, સામાજિક આગેવાનો અને લાભાર્થીઓ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા