માંડવી ખાતે માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ‘નારી ગૌરવ દિવસ’નું આયોજન

માંડવીના ગ્રામિણ અને શહેરી મળી ૨૦ સ્વસહાય જુથોને કુલ ૨૦ લાખના ચેક અર્પણ

પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ, સૌના વિકાસના અંતર્ગત નારી ગૌરવ દિવસનું આયોજન માંડવી ખાતે માંડવી-મુન્દ્રાના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ક્ષત્રિય સમાજવાડી, માંડવી ખાતે કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારનો સંવેદનશીલતા સાથે ૫ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઇ રહ્યો છે ત્યારે જનસુખાકારી અને ઉત્કર્ષ માટેના અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે નારી ગૌરવ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. ગામડું હોય કે શહેર સમગ્ર ગુજરાતની મહિલા સશકત, સુપોષિત, સક્ષમ અને સુસજજ બને તે તરફ સરકાર કટિબધ્ધ છે.મહિલાને પગભર બનાવવા નારીને સમર્થ બનાવવા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના આશયથી આજે સમગ્ર ગુજરાતમાં ૧૦ હજાર જેટલા સ્વસહાય જુથોને પ્રતિ જુથ ૧ લાખના બિનવ્યાજની લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે. જે અન્વયે કચ્છના ૪૮૮ જુથોને બિનવ્યાજની લોનના ચેક વિતરણ કરવામાં આવ્યું છે જે અંતર્ગત માંડવી ખાતે માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૧૦ ગ્રામિણ અને ૧૦ શહેરી એમ કુલ ૨૦ સ્વસહાય જુથોને પ્રતિ જુથ ૧ લાખના બિનવ્યાજની લોન ચેક એમ કુલ ૨૦ લાખના બિનવ્યાજની લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે કચ્છ જિલ્લા અગ્રણીશ્રી અનિરુધ્ધભાઇ દવેએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર રાજયમાં નારી ગૌરવ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે માંડવી ખાતે નારી દિવસની ઉજવણી કરવામાં આવી છે જે નારીનું સૌભાગ્ય છે. આપણી સંસ્કૃતિમાં વર્ષોથી નારીનું પૂજન થતું આવ્યું છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલાઓને નેતૃન્વના ૫૦ ટકા પ્રતિનિધિત્વ આપ્યું છે આમ, આજે પણ નારીને સન્માન મળ્યું છે. આજે ઉજ્જવલા યોજના અન્વયે ૮ કરોડથી વધુ મહિલાઓને ચુલામાંથી છુટકારો મળ્યો છે અને ગેસની સુવિધા મળી છે. ગુજરાતની દિકરીઓ ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે તે ગુજરાતની નારી શકિતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા યોજના, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના થકી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન માંડવી તાલુકા વિકાસ અધિકારીશ્રી વી.બી.ગોહિલે તથા આભારવિધિ માંડવી નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી રાડીયાએ કરી હતી. કાર્યક્રમમાં માંડવી તાલુકા પાંચાયત પ્રમુખશ્રી નિલેશભાઇ મહેશ્વરી, ઉપપ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેનશ્રી કેશવજીભાઇ, અગ્રણી સર્વશ્રી ઝવેરબેન ચાવડા, હેતલબેન, ગંગાબેન સેંઘાણી, સુરેશભાઇ સંઘાર, હરેશભાઇ રંગાણી, દરરથસિંહ જાડેજા, હરીભાઇ ગઢવી, ગીતાબેન ગોર, ભારતીબેન વાળા, અલ્પાબેન વેલાણી તથા નાયબ મામલતદારશ્રી નવિનભાઇ મારું, મનરેગા MIS મહેન્દ્રસિંહ જાડેજા, TLM તેજલબેન ગોસાઇ તથા લાભાર્થી બહેનો ઉપસ્થિત રહયા હતા.